News of Monday, 28th July 2025
ગોરાડુંગર ફોલ્ટ લાઇન પર સક્રિયતાઃ ભૂસ્તરશાસ્ત્રીઓમાં ચિંતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૮ : કચ્છ પ્રદેશ, જે વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત ઇન્ટ્રાપ્લેટ વિસ્તારો પૈકીનો એક છે, ત્યાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ૨૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ ગોરાડુંગર ફોલ્ટલાઇન પર ૪થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ભૂસ્તરશાષાીઓમાં ચિંતા વ્યાપી હતી. આ ચિંતા વચ્ચે, આજે ૨૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ પરોઢિયે લગભગ ૪:૩૦ વાગ્યે ગોરાડુંગર પર ૩થી વધુ તીવ્રતાનો વધુ એક ભૂકંપ અનુભવાયો છે. છેલ્લા દસ દિવસમાં ગોરાડુંગર ફોલ્ટ પર આ બીજો ભૂકંપ છે, જેણે આ વિસ્તારમાં ભૂકંપીય ગતિવિધિ શરૂ થઈ હોવાની આશંકા ઊભી કરી છે.
કચ્છની ભૂકંપીય સંવેદનશીલતા
કચ્છને‘‘ફોલ્ટ કંટ્રોલ બેસીન'' તરીકે ઓળખવામાં આવે છે, જે દર્શાવે છે કે આ વિસ્તારનો જન્મ જ ફોલ્ટના કારણે થયો છે. અહીં અનેક સક્રિય ફોલ્ટ્સ આવેલા છે, જેમાં અલ્લાહબંદ ફોલ્ટ, આઇસ્લેન્ડ બેલ્ટ ફોલ્ટ, ગોરાડુંગર ફોલ્ટ, કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, અને વાગડ ફોલ્ટ્સનો સમાવેશ થાય છે. આ ભૂકંપીય પ્રવળત્તિના કારણે કચ્છની જમીન સમુદ્ર સપાટીથી ઊંચી આવી છે. કાળાડુંગર જેવા વિસ્તારોમાં ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ પર મળતા દરિયાઈ જીવધારકો ધરાવતા પથ્થરો આ વાતનો પુરાવો છે. ૨૦૦૧ના વિનાશક ભૂકંપે પણ કચ્છની જમીનને અડધાથી એક ફૂટ ઊંચી કરી હતી, જે ભૂકંપોની પ્રદેશ પરની ગંભીર અસર દર્શાવે
ભૂતકાળના વિનાશક ભૂકંપો અને વર્તમાન સ્થિતિ
૧૮૧૯ના વિનાશક અલ્લાહબંદ ભૂકંપ પછી કચ્છમાં સેંકડો નાના-મોટા ભૂકંપો નોંધાયા છે. ૧૮૧૯નો ભૂકંપ એટલો વિનાશક હતો કે તેણે સિંધુ નદીનો પ્રવાહ કચ્છ તરફથી બંધ કરી દીધો હતો અને મોટાભાગના કિલ્લાઓ ધરાશાયી થઈ ગયા હતા, જેના પરિણામે પ્રદેશનું અર્થતંત્ર પડી ભાંગ્યું હતું. ૧૮૧૯ પછી, ચારથી વધુની તીવ્રતાના ૬૦થી વધુ ભૂકંપો નોંધાયા છે, જેમાં મુખ્યત્વે કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, સાઉથ વાગડ ફોલ્ટ, નોર્થ વાગડ ફોલ્ટ, અને કટ્રોલ હિલ ફોલ્ટ પર વધુ -વળત્તિ જોવા મળી છે. જોકે, ૨૦૨૦ પછી, કાકીડિયા-ગેડી ફોલ્ટ અને ગોરાડુંગર ફોલ્ટ જેવા વિસ્તારોમાં પણ આ?ર્યજનક રીતે ભૂકંપો નોંધાઈ રહ્યા છે.
ગોરાડુંગર ફોલ્ટ પરની વર્તમાન સક્રિયતા ખાસ ચિંતાનો વિષય છે. જો આ વિસ્તારમાં કોઈ મોટો ભૂકંપ આવે તો રણ પ્રદેશમાં પ્રવાસન, ખાવડાની આસપાસના રિન્યુએબલ એનર્જી પાર્ક, અને મીઠાના ખેતરો સહિત સમગ્ર રણ વિસ્તારમાં ભારે નુકસાન થઈ શકે છે.
ભૂકંપ પ્રતિરોધક બાંધકામો અને સંશોધનની આવશ્યકતા
૨૦૦૧ના ભૂકંપને ૨૫ વર્ષ થવા આવ્યા છે. નવા કન્સ્ટ્રક્શન અને વિકાસના કાર્યો ભૂકંપ-ૂફ હોવા અનિવાર્ય છે. ઉપરાંત, છેલ્લા ૨૦ વર્ષથી વધુ સમયથી બનેલા ડેમ, રોડ, પુલ, મકાનો, મંદિરો, સરકારી બાંધકામો, શોપિંગ કોમ્પ્લેક્સ અને ઉદ્યોગોની નિયમિત ચકાસણી થવી જોઈએ. નિષ્ણાતો દ્વારા આવા બાંધકામોનું સમારકામ, મજબૂતીકરણ, અને જો જરૂરી હોય તો સંવેદનશીલ બાંધકામોને તોડીને નવા બાંધકામ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. દર ત્રણ વર્ષે સિવિલ એન્જિનિયરો, ભૂસ્તરશાષાીઓ અને આર્કિટેક્ટ નિષ્ણાતો દ્વારા બાંધકામોની ચકાસણી અને નાના-મોટા સમારકામ કરવાથી ભવિષ્યમાં થતી જાનહાનિ અને આર્થિક નુકસાન ટાળી શકાય છે.
કચ્છ યુનિવર્સિટીનો ભૂસ્તરશાષા વિભાગ આ પ્રદેશમાં સક્રિય મોટા ફોલ્ટલાઇન્સ પર સંશોધન કરી રહ્યો છે. ખાસ કરીને ગોરાડુંગર ફોલ્ટ, જે છેલ્લા ૨૦૦ વર્ષમાં થોડા સમયથી સક્રિય થયો છે અને જેના પર ભૂકંપો નોંધાયા છે, તેના પર બારીકાઈથી સંશોધન થવું જોઈએ. કચ્છ યુનિવર્સિટીના જીયોસાયન્સિસ વિભાગના ચિરાગ પરમાર, પ્રો. સુભાષ ભંડારીના માર્ગદર્શન હેઠળ, ગોરાડુંગર ફોલ્ટ પરના ભૂકંપો દ્વારા બનતા નિયોટેકટોનિક ફીચર્સ, જૂના ભૂકંપો અને ભવિષ્યમાં ભૂકંપ આવવાની શકયતાઓનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છે.
કચ્છમાં ભૂકંપને હળવાશથી ન લેવો જોઈએ. ભૂકંપના પડકારોનો સામનો કરવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ અને તંત્ર દ્વારા આ બાબતમાં વિશેષ ધ્યાન આપવું જોઈએ.
નીચેના ટેબલમાં ૧૮૧૯નાં વિનાશક ભૂકંપથી આજદિન સુધીના ચારથી વધુ તીવ્રતાના ભૂકંપોની વિગત અને તે કચ્છ વિસ્તારના કયા ફોલ્ટ્સ પર આવ્યા છે, તેની માહિતી આપવામાં આવી છે. તદુપરાંત કચ્છ વિસ્તારના થ્રી-ડી નકશામાં કચ્છ વિસ્તારમાં આવેલ મોતીઓ ફોલ્ટ લાઈનો અને છેલ્લા ૨૦૦ વર્ષમાં આવેલા ચારની તીવ્રતાથી મોટાં ભૂકંપો દર્શાવવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કયા ફોલ્ટ પર કેટલા ભૂકંપ આવ્યા છે, ઉલ્લેખનીય છે કે ગોરાડુંગર પર છેલ્લા ૧૦ દિવસમાં આવેલા ભૂકંપ પણ જોઈ શકાય છે. (૩૭.૨)

(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
