<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘પૂ.ભાઇશ્રી' દ્વારા શ્રી વિષ્‍ણુસહષાનામ સ્‍તોત્રની પ્રવચનમાળા શ્રીહરિના ચરણોમાં સમર્પિત

ગુરુજનો, ઋષિકુમારો અને ઉપસ્થિત વાલીઓ અને ભક્તજનો દ્વારા સામુહિક વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના ૧૩૮૭ જેટલા પાઠ કરવામાં આવ્યા અને સાથે વૈદિક પુરુષસુક્તના પણ ૧૦૦૦થી વધુ પાઠ સંપન્ન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૮ : પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘પૂ.ભાઇશ્રી' શ્રી રમેશભાઈ ઓઝાના  મુખે શ્રીવિષ્‍ણુસહષાનામ સ્‍તોત્રની આઠમી અને અંતિમ પ્રવચનમાળાનું  પુષ્‍પ શ્રીહરિના ચરણોમાં સમર્પિત થયું હતું.

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્‍ય ભાઈશ્રીના શ્રીમુખેથી તા.૨૦-૦૭-૨૦૨૫ના દસ દિવસીય શ્રીવિષ્‍ણુ સહસ્રનામસ્‍તોત્રની આઠમી અને અંતિમ પ્રવચનમાળાનું સમાપન થયું. આ અગાઉ પૂ.ભાઈશ્રીના વ્‍યાસાસને શ્રી વિષ્‍ણુસહસ્રનામ સ્‍તોત્રની સાત પ્રવચનમાળાનું આયોજન થયેલ હતું. 

શ્રીહરિ મંદિરના સાંદીપનિના સભાગળહમાં પૂજ્‍ય ભાઈશ્રીએ શ્રીવિષ્‍ણુ સહસ્રનામ સ્‍તોત્રની આઠમી અને અંતિમ પ્રવચનમાળામાં શ્રીવિષ્‍ણુ સહસ્રનામસ્‍તોત્ર ઉપર રચિત શાંકરભાષ્‍ય અને અન્‍ય શાષાીય ગ્રન્‍થોના આધારે શ્રીહરિ ભગવાનના સહસ્ર નામ અંતર્ગત ૮૪૭મુ નામ ‘ભારભળત' થી વ્‍યાખ્‍યાનો આરંભ કરીને ૧૦૦૦મુ અને અંતિમ ‘સર્વ-હરણાયુધ' આ નામ સહિત આ વખતે ૧૫૪ નામોનો વિસ્‍તળત અને શાષાીય વ્‍યાખ્‍યા સાથે પરિચય કરાવીને પ્રવચનમાળાનું અંતિમ અને આઠમું પુષ્‍પ ભગવાન નારાયણના ચરણોમાં અર્પણ કર્યું હતું. આ રીતે અત્‍યાર સુધી વિષ્‍ણુસહસ્રનામની પ્રથમ પ્રવચન માળાના પ્રારંભથી લઈને આઠમી પ્રવચનમાળા સુધી સર્વે ૧૦૦૦ નામોની પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા વ્‍યાખ્‍યા કરવામાં આવી. આ રીતે વિષ્‍ણુ સહસ્રનામ સ્‍તોત્ર પ્રવચનના સમગ્ર ઉપક્રમને વિરામ આપવામાં આવ્‍યો.

આઠમી અને અંતિમ શ્રીવિષ્‍ણુ સહસ્રનામ પ્રવચનમાળાના અવસરે અંતિમ દિવસે ગુરુજનો, ઋષિકુમારો અને ઉપસ્‍થિત વાલીઓ અને ભક્‍તજનો દ્વારા સામુહિક વિષ્‍ણુ સહસ્રનામ સ્‍તોત્રના ૧૩૮૭ જેટલા પાઠ કરવામાં આવ્‍યા અને સાથે વૈદિક પુરુષસુક્‍તના પણ ૧૦૦૦થી વધુ પાઠ સંપન્ન થયા હતા..

શ્રી વિષ્‍ણુ સહસ્રનામ સ્‍તોત્રની અંતિમ પ્રવચનમમાળાના સમાપન સમયે પૂજ્‍ય ભાઈશ્રીએ પહેલી પ્રવચનમાળાથી લઈને આઠમી પ્રવચનમાળાના સર્વે મુખ્‍ય મનોરથી અને દૈનિક યજમાનોનું સ્‍મરણ કરીને આશીર્વાદ આપ્‍યા હતા.

આ આઠમી અને અંતિમ પ્રવચનમાળાના મુખ્‍ય મનોરથી તરીકે  ગૌરીબેન વિજયભાઈ ગોયલ એ સેવા આપી હતી. તેમજ અનેક દૈનિક યજમાનોએ પણ સેવા આપી હતી. વિષ્‍ણુ સહસ્રનામ સ્‍તોત્રની આ અંતિમ પ્રવચનમાળા હોય દેશ વિદેશથી અનેક શ્રીહરિભક્‍તો પ્રત્‍યક્ષ ઉપસ્‍થિત રહીને પ્રવચન શ્રવણનો લાભ લીધો હતો તેમજ યુ ટયુબના માધ્‍યમથી પણ અનેક લોકોએ ભાવિકોએ આ પ્રવચન પ્રસાદનો લાભ લીધો હતો.(તસ્‍વીરઃમુકેશ વાઘેલા-જુનાગઢ)(

(12:06 PM IST)