<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

જામનગરમાં એપાર્ટમેન્‍ટમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઝબ્‍બે

 

જામનગર તા.૨૮: નાગર ચકલો શ્રી નાથજી એપાર્ટમેન્‍ટ બીજા માળે લોબીમા જાહેરમા અમુક જુગાર રમી પૈસાની હારજીત કરે છે. તેવી હકીકતના આધારે રેઇડ કરતા (૧) કલ્‍પેશભાઇ રમણીકભાઇ લખીયર રહે.હવાઇ ચોક નાગર ચકલો શ્રીનાથજી એપાર્ટમેન્‍ટ બીજો માળ (૨) નીમેષભાઇ હરીશભાઇ ગણાત્રા રહે.હવાઇ ચોક નાગર ચકલો શ્રીનાથજી એપાર્ટમેન્‍ટ પહેલા માળ (૩) ભાવેશભાઇ ઉર્ફે લખન મહેશભાઇ મંગી રહે. હવાઇ ચોક ભાનુશાળી વાડ ભની માનો ચોકમા (૪) ઉર્વીબેન વા/ઓફ ભાવેશભાઇ મહેશભાઇ મંગી રહે. હવાઇ ચોક ભાનુશાળીવાડ ભની માનો ચોકમા (૫) ચેતનાબેન વા/ઓફ બીપીનભાઇ પારેખ રહે.હવાઇ ચોક નાગર ચકલો શ્રીનાથજી એપાર્ટમેન્‍ટ બીજો માળ વાળાઓ પકડાઇ ગયેલ અને રોકડ રૂ.૧૧,૮૪૦/- સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમા પોલીસ ઇન્‍સ. એન.એ.ચાવડા, એ.એસ.આઇ નરેન્‍દ્રસિહ ખુમાનસિહ ઝાલા તથા પો.હેડ.કોન્‍સ. પ્રદીપસિહ ટેમુભા જાડેજા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા પો.કોન્‍સ. કીશોરભાઇ ભુટાભાઇ ગાગીયા તથા વુ.પો.કોન્‍સ. દેવીબા અનોપસિહ જાડેજા દ્રારા કરવામા આવેલ છે.

(1:24 PM IST)