News of Monday, 28th July 2025
યુવતિ તેના પ્રેમી સાથે વાતચીત ન કરતા ખીજ રાખી અમરેલી પરા રેલ્વે સ્ટેશન પાસે યુવતિ ઉપર હુમલો
કમરબેલ્ટ તથા ઝાપટો મારી મુંઢ ઈજા કરી ધમકી આપ્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૮: અમરેલીમાં રહેતી યુવતિને મિલન દિલિપભાઈ મકવાણા સાથે પ્રેમસબંધ હોય.જેથી યુવતિના ઘરે આ અંગે ખબર પડી જતા તેમણે મિલન સાથે વાતચીત કરતી ન હોય. જેની ખીજ રાખીમિલને યુવતિને પરા રેલ્વે સ્ટેશન પાસે બોલાવી કમર બેલ્ટ અને જાપટો વડે આખા શરીરે માર મારી મુંઢ ઈજા કરી ઢસડી બાકડા સાથે માથું ભટકાવી માથામાં ઈજા કરી જમણા હાથે છોલાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ડાભાળીના પ્રૌઢ સાથે ૯ લાખની છેતરપીંડી
ધારી તાલુકાના ડાભાળી ગામે રહેતા પ્રફુલભાઈ ધીરૂભાઈ બાબરીયા ઉ.વ.૫૦ ને ધારી તાલુકાના ગઢીયા ગામના ચાંપરાજ બાબુભાઈ વાળાએ સર્વે નં. ૩૭ પૈકી ૧૧ વાળી જમીનનું કુલ ક્ષેત્રફળ ૧-૬૧-૮૮ હેકટર ચો.મી. જે કુલ ૬.૮૦ વીઘા જમીનનો દસ્તાવેજ કરી જમીન ફરિયાદીના નામે કરી આપવાની લાલચ આપી પ્રફુલભાઈ પાસેથી બાનાખતરૂપે રૂા.૯,૦૦,૦૦૦ મેળવી પ્રફુલભાઈને દસ્તાવેજ ન કરી આપેલ હોય.અને રૂા.૯,૦૦,૦૦૦ ની છેતરપીંડી કરી ગુનો કર્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જુગાર રમતા ૬ ઝડપાયા
ચલાલાના હુડલીથી રામપરા જવાના રસ્તે જાહેરમાં હારજીતનો જુગાર રમતા મહેશ દડુભાઈ ડાંગર રઘુવીર રામકુભાઈ માંજરીયા, પ્રેમજીનાજાભાઈ રાઠોડ, પરષોતમ બાબુભાઈ બલદાણીયા, મહેશ બાલુભાઈ જેઠવા રહે.ચલાલા, સાજીદ દિલાવરભાઈ સૈયદ રહે.છતડીયાવાળાને પો.કોન્સ.રામકુભાઈ કહોરે રોકડ રૂા.૩૪,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
દેવકા વિધાપીઠમાં યુવાન ઉપર હુમલો
રાજુલા તાલુકાના દેવકા વિધાપીઠમાં મુળ બનાસકાંઠા જીલ્લાના મુળ થરા ટોટાણા ગામના હાલ દેવકા વિધાપીઠમાં રૂમમાં સુતા હોય, ત્યારે રામ હમીરભાઈ વાવડીયા રહે.દેવકાવાળાએ લાઈટ ફીટીંગ કરવાની પાઈપ વડે વાસામાં અને પગે મુંઢ માર મારી ગાળો બોલી દિપરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણે ગાળો બોલી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કર્યાની ડુંગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
