News of Monday, 28th July 2025
સાવરકુંડલાની સનરાઇઝ સ્કુલની છાત્રા ધ્રુવિકા વાડદોરિયા સી.એ. બની

સાવરકુંડલા, તા.૨૮: સાવરકુંડલાનાં કરજાળા ગામની ધ્રુવિકા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની છે. સનરાઇઝ સ્કૂલમાં પ્રાથમિક, માધ્યમિક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરીને, વાડદોરિયા ધ્રુવિકા ચતુરભાઈ તાજેતરમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટ માં અવ્વલ નંબર મેળવી પાસ થઈ છે. જે બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઈ ખુમાણ દ્વારા સન્માનિત કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધ્રુવિકા કરજાળા ગામના પટેલ સમાજના આગેવાન અને રાજકીય અગ્રણી વિઠ્ઠલભાઈ વાડદોરિયાની ભત્રીજી થાય છે
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
