<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

જામનગરથી ભોળેશ્વર મહાદેવ મંદિરે જતા ભાવિકો માટે સેવા કેમ્‍પઃ પ્‍લાસ્‍ટીક કચરો એકત્ર કરાયો

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮: પવિત્ર શ્રાવણ માસ દરમ્‍યાન જામનગર થી ભોળેશ્વર મહાદેવ મંદિર સુધી ચાલીને જતા શિવ ભક્‍તો અને આ પદયાત્રીઓ ની સેવા અનેક જગ્‍યા પર થતા સેવા કેમ્‍પો દ્વારા જાણતા અજાણતા રોડ ઉપર ફેંકવામાં આવતો પ્‍લાસ્‍ટિક કચરો આસપાસના ખેતરમાં કે જળસ્ત્રોતો માં ફેલાય નહીં અને પર્યાવરણ ને નુકશાન પહોંચાડે નહિ એ માટે પ્રકળતિ મિત્ર ગ્રુપ જામનગર ના સભ્‍યો દ્વારા રવિવાર રાત્રી દરમ્‍યાન પ્‍લાસ્‍ટિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. જેમાં જામનગર મહાનગર પાલિકા દ્વારા કચરો એકઠો કરવા માટે મોટી કેરી બેગ, ગ્‍લોઝ અને ટ્રેક્‍ટર ની સહાયતા પણ કરવામાં આવે છે. આ કાર્ય ને સફળ બનાવવા માટે પ્રકળતિ મિત્ર ગ્રુપના ભૌતિક સંઘાણી, ડો. નરેન્‍દ્રભાઈ ભેંસદડીયા, પારૂલ ત્રિવેદી, મનિષ ત્રિવેદી, મીકાંતભાઈ વડોદરિયા એ શ્રમદાન કરેલ છે. પ્રકળતિ મિત્ર ગ્રુપ જામનગર દ્વારા રસ્‍તા પર પદયાત્રીઓ માટે સેવા કેમ્‍પો કરતા અને ઠંડા પીણા આપતા લોકો ને પણ પ્‍લાસ્‍ટિક કચરો જયાં ત્‍યાં ન ફેંકવા અને એકઠો કરી અને સંસ્‍થાના સભ્‍યો સાથે રહેલા ટ્રેક્‍ટર માં ઠલવાવા માટે નમ્ર વિનંતી  કરવામાં આવે છે. (તસવીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(

(1:33 PM IST)