ધોરાજી પાસે ભાદર નદીમાંથી એકબીજા સાથે બાંધેલા પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા : જુઓ વિડિયો
મૃતક પિતા ફૈઝલ ગફારભાઈ વિજળીવાળા(ઉ. 45) અને પુત્રી અનામ ફાતિમા(ઉ.6 ) જુનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અને ઘરેથી આંટો મારવાનાં બહાને મોટરસાયકલ લઈને ગઇ કાલે સાંજે નિકળ્યા હતા : આત્મહત્યા કે હત્યા ? તે દિશામાં તપાસ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૨૮ : ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ ભાદર નદીમાંથી જુનાગઢના પિતા અને પુત્રીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ ભાદર નદીમા બે મૃતદેહ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું જેથી પોલીસે ઘટના સ્થળે જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં બંને મૃતક પિતા અને પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું અને પિતા સાથે પુત્રીને કપડાંથી બાંધેલ હાલતમાં હોય તેવી રીતે બન્ને ની લાશ મળી આવેલ છે.
પોલીસ તંત્ર દ્વારા આ બન્ને ની લાશ બહાર કાઢી અને નજીક સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવેલ છે.
મૃતક પિતા ફૈઝલ ગફારભાઈ વિજળીવાળા(ઉ. 45) અને પુત્રી અનામ ફાતિમા(ઉ.6 ) જુનાગઢ ના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અને ઘરે થી આંટો મારવાનાં બહાને મોટરસાયકલ લઈને ગઇ કાલે સાંજે નિકળ્યા હતા.અને આજે જામકંડોરણા અને ધોરાજી વચ્ચે આવેલ ભાદર નદી પુલ નીચે મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી
આત્મહત્યા છે કે કોઈ અન્ય ઘટના પોલીસ તંત્ર દ્વારા તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
