<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

મોરબીના ચકચારી ૬૦૨ જમીન કૌભાંડમાં મુખ્‍ય આરોપી સાગર ફુલતરીયાની ધરપકડ : રિમાન્‍ડ લેવા તજવીજ શરૂ

ફરિયાદ નોંધાયા બાદથી એટલે કે છેલ્લા સાડા ચાર માસથી આ ઈસમ નાસતો ફરતો હતો તેની પાસેથી બે મોબાઈલ, બે સીમકાર્ડ, એક વાઇફાઇ ડોંગલ વિગેરે જપ્‍ત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૮: મોરબીના ચકચારી ૬૦૨ જમીન કૌભાંડની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આ ગુનામાં મુખ્‍ય આરોપી ગણાતા સાગર ફુલતરિયાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીઓના રિમાન્‍ડ લેવા માટેની તજવીજ સીઆઇડીની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાયા બાદથી એટલે કે છેલ્લા સાડા ચાર માસથી આ ઈસમ નાસતો ફરતો હોય અને હાલમાં તેના પકડાયા બાદ તેની પાસેથી બે મોબાઈલ, બે સીમકાર્ડ, એક વાઇફાઇ ડોંગલ વિગેરે જપ્ત કરવામાં આવેલ છે.માટે છેલ્લા સાડા ચાર માસ જેવા સમયથી તે નાસતો ફરતો હતો તે દરમિયાન તેને કોણે કોણે નાણાંકીય કે રહેવા માટેની મદદ કરી ? તે કયાં કયાં રોકાયો હતો ? કોની મદદથી રોકાયો હતો ? તે તમામ બાબતો તપીસનો વિષય બને તો ચોંકાવનારી માહીતીઓ સામે આવે તેમ છે. તેમજ તેની પાસેથી મળી આવેલા મોબાઈલો અને સીમકાર્ડની તપાસ દ્વારા પણ અન્‍ય કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવે તેમ છે.તેવું હાલ સૂત્રોમાં ચર્ચા રહ્યું છે.

મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર ૬૦૨ વાળી જમીનનું કૌભાંડ કરીને બારોબાર પચાવી પાડવા માટેનો માસ્‍ટર પ્‍લાન બનાવવામાં આવેલ હતો જો કે, તેમાં આરોપી કોણ કોણ છે તેને લઈને હજુ ઘણી અવઢવ ચાલી રહી છે તેવામાં માર્ચ-૨૦૨૫ માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ખાતે શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા તથા તપાસમા સામે ખૂલે તે તમામ સામે ફરિયાદ નોંધાયેલ હતી.આ ગુનામાં સીઆઇડીની ટિમ દ્વારા અગાઉ ભરત દેગામા અને હેતલબેનની અને બાદમાં મુખ્‍ય આરોપી ગણાતા શાંતાબેન પરમાર તેમજ સાગર રબારી સહિત કુલ ચાર આરોપીને પકડવામાં આવ્‍યા હતા અને તેમાંથી રિમાન્‍ડ પૂરા થતાં ત્રણ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.અને એક આરોપી સાગર નવઘણભાઇ સાવધારની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હાલમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ જે મુખ્‍ય મહિલા આરોપી શાંતાબેન પરમારની ધરપકડ કરી છે તેના નામે ફરિયાદીની જમીન કરવામાં આવી હતી અને તેના માટે બોગસ દસ્‍તાવેજી પુરાવા ભા કરવામાં આવ્‍યા હતા.આ બોગસ દસ્‍તાવેજ કોણે બનાવ્‍યા? અથવા તો બોગસ દસ્‍તાવેજ બનાવવા માટે કોણે કોણે મદદ કરી હતી ? તે દિશામાં તપાસ ચાલી રહી છે.

(4:51 PM IST)