News of Monday, 28th July 2025
ગાંધીધામ મનપામાં પ્રજાના પ્રશ્નો સમસ્યા મામલે ઉગ્ર રજૂઆત: ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે શહેરીજનોને “વેરા ન ભરવા”ની સ્પષ્ટ અપીલ કરી
રસ્તા પર ખાડાઓ, રખડતા પશુને કારણે ભોગ બનતા પ્રજાજનો માટે મહાનગરપાલિકાના કમિશનરને જવાબદાર ગણવાની માગ સાથે વિરોધ પક્ષે ફરિયાદ સાથે પીઆઈએલ દાખલ કરવાની જાહેરાત કરી

કચ્છ: ગાંધીધામ મહાનગરપાલિકાના શહેરીજનો વિવિધ પડકારો, પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પાણી, ગટર, રખડતા ઢોર, તૂટેલા રસ્તા અને વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે શહેરીજનોને “વેરા ન ભરવા”ની સ્પષ્ટ અપીલ કરી છે.
રસ્તા પર ખાડાઓ, રખડતા પશુને કારણે ભોગ બનતા પ્રજાજનો માટે મહાનગરપાલિકાના કમિશનરને જવાબદાર ગણવાની માગ સાથે વિરોધ પક્ષે ફરિયાદ સાથે પીઆઈએલ દાખલ કરવાની જાહેરાત કરી છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
