<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 2 ઓગસ્ટે 'હર્ષોત્સવ' કાર્યક્રમનું આયોજન.

મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નૃત્ય ( ગ્રુપ અથવા યુગલ નૃત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજનનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની જાણીતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ "હર્ષોત્સવ" નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નૃત્ય ( ગ્રુપ અથવા યુગલ નૃત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ. ( નૃત્ય માટે 30 જુલાઈ સુધી નામ લખાવી દેવું ફરજિયાત)
આ આયોજન ૨જી ઑગસ્ટ, શનિવાર ના રોજ, સાંજે ૪ વાગ્યા, હોટેલ શેર એ પંજાબ ( મોરબી રાજકોટ હાઈવે) કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફક્ત સ્ત્રીઓ અને બાળકો માટે છે. ફીસ પ્રતિ વ્યક્તિ ૩૫૦₹ છે. ( ૮ વર્ષ થી ઉપર ના બાળકો નું ફુલ ચાર્જ )
રજિસ્ટ્રેશન કરાવા માટે 9726599930 અને 9662484309 નો સંપર્ક કરવા જણાવ્યું છે.
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આયોજિત આ અનોખા "હર્ષોત્સવ" માં દરેક મહિલાઓ અને બાળકોને ભાગ લેવા માટે ઉગ્ર આમંત્રણ છે. એક સાંજ જ્યા હાસ્ય, સંગીત, અને મસ્તી ભરપૂર હશે!

(12:00 AM IST)