News of Tuesday, 29th July 2025
સોરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા
મેઘરાજાના વિરામ વચ્ચે ખેતીકાર્યમાં ખેડૂતો વ્યસ્ત

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાનો વિરામ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે. છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી હળવા-ભારે ઝાપટા વરસી જાય છે અને વાતાવરણમાં પવન સાથે ઠંડક પ્રસરી જાય છે.
વિંછીયા
(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયાઃ અહીં સવારના ૬/૩૦ વાગ્યે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ઘટા ટોપ અને અંધારભર્યુ વાતાવરણ છે. મેઘ મહારાજા મુશળધાર વરસે તેમ વિંછીયા વાસીઓની પ્રાર્થના છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૭.૫, મહતમ તાપમાન ૩૨, ભેજનું પ્રમાણ ૮૨%, પવનની ગતિ ૧૨ કિ.મી. રહી છે.(૨.૯)
મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા
૨ ઓગસ્ટે ‘હર્ષોત્સવ' કાર્યક્રમનું આયોજન
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૯ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક રંગીન સાંસ્કળતિક કાર્યક્રમ ‘હર્ષોત્સવ' નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નળત્ય ( ગ્રુપ અથવા યુગલ નળત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ. ( નળત્ય માટે ૩૦ જુલાઈ સુધી નામ લખાવી દેવું ફરજિયાત)
આ આયોજન ૨જી ઓગસ્ટ, શનિવાર ના રોજ, સાંજે ૪ વાગ્યા, હોટેલ શેર એ પંજાબ ( મોરબી રાજકોટ હાઈવે) કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફક્તસ્ત્રીઓ અને બાળકો માટે છે. ફીસ પ્રતિ વ્યક્તિ ૩૫૦ રૂા. છે. ( ૮ વર્ષ થી ઉપર ના બાળકો નું ફુલ ચાર્જ), રજિસ્ટ્રેશન કરાવા માટે ૯૭૨૬૫ ૯૯૯૩૦ અને ૯૬૬૨૪૮૪૩૦૯ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આયોજિત આ અનોખા ‘હર્ષોત્સવ' માં દરેક મહિલાઓ અને બાળકોને ભાગ લેવા આમંત્રણ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
