News of Tuesday, 29th July 2025
૧૦ લાખની લૂંટનો ભેદ ઉકેલાયોઃ રાજસ્થાનના કોન્ટ્રાક્ટરને કચ્છમાં મજૂરો પૂરા પાડવા માટે રૂપિયા સાથે બોલાવેલો

ભૂજ,તા.૨૯: દુધઈ પોલીસ સ્ટેશન કલમ-૩૦૯(૪), ૩૧૧,૬૧ (૨) મુજબનો ગુનો હરીનગર (બુઢારમોરા) હનુમાનજીના મંદિર ખાતે બનેલ જેમાં છરી બતાવી ડરાવી રૂપિયા દસ લાખની લુંટ ચલાવેલ જે અન્વયે સદરહું લુંટના ગુનાનો ભેદ ઉકેલવા તથા સંડોવાયેલા આરોપીને ઝડપથી પકડી પાડવા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ડાંગર તથા આર.આર.વસાવા સ્ટાફ સાથે જરુરી ટીમો બનાવી પ્રયત્નશીલ હતા
દરમ્યાન ગણતરીના કલાકોમાં જ આરોપી રમઝાનશા કાસમશા શેખ ઉ.વ.૩૦ રહે. શેખ ફળીયુ સરપટ નાકા ભુજ (૨) આબીદખાન અબ્દુલખાન પઠાણ ઉ.વ.૩૦ રહે. આશાપુરા માતાજીના મંદિર પાસે ભુજ વાળાઓને પકડી પાડી લુંટમાં ગયેલ નાણા ૧૦ લાખ પૈકી ૦૯.૧૦/- લાખ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ બે ડિનેપરોમાંથી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. અને રાજસ્થાનના કોન્ટ્રક્ટરને કચ્છમાં મજૂરો પૂરા પડાયા માટે રૂપિયા સાથે બોલાવી લૂંટી લેવાય હતા કે મૂકવા પામી છે.
ઉપરોક્ત કામગીરી આર.આર.વસાવા પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ડાંગર અને દુધઈ પોલીસ સ્ટાફ યુએભસી હરદેવસિંહ સરવૈયા, યુએચસી રાજેશભાઈ ગાંગલ, પીસી નારણભાઈ, પીસી રમેશભાઈ, પીસી વિષ્ણુભાઈ, પીસી દિનેશભાઈ, પીસી ભરતભાઈ, પીસી દિલીપભાઈ, પીસી સુરેશભાઈ, પીસી રાહુલભાઈ, પીસી ઋત્વિકભાઈનાઓ દ્વારા કરવામાં આવી હતી
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
