News of Tuesday, 29th July 2025
જેતપુરમાં દુકાનમાં ચોરી કરનાર રીઢા અમર વાઘેલાને પોલીસે ઝડપી લીધો
પકડાયેલ તસ્કર અમર અગાઉ ૮ ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૯: જેતપુર પોલીસે મકાનમાં થયેલ ૪૦ હજારની રોકડની ચોરીનો ભેદ ઉકેલી રીઢા તસ્કરને ઝડપી લીધો હતો.
જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરનગર રોડ પર આવેલ ‘ઓમ સ્ટીલ' નામની હાર્ડવેરની દુકાનમાં રોકડા રૂ.૪૦,૦૦૦/- ની ચોરીનો ગુનો અજાણ્યા ઇસમ વિરૂદ્ધ રજી. થયેલ હતો.
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયોએ આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય પોલીસ ઇન્સ્પેકટર, વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ બનાવવાળી જગ્યાની આજુ બાજુના વિસ્તારમા આવેલ સીસીટીવી કેમેરા તેમજ જેતપુરસીટી પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત JET EYE કેમેરાના આધારે ફુટેજ મેળવી ચોરી કરનાર અમર ઉફે અમીત ઉફે કરણ દિનેશભાઈ વાઘેલા, ઉ.વ.૨૩, રહે. હાલ. જુનાગઢ, કાબલશા પીરની દરગાહ પાસે ઝુપડામાં, મૂળ.રહે. અમરેલી, લાઠી રોડ રોડ, તા.જિ.અમરેલીને ઝડપી લઇ પુછતાછ કરતા આ ચોરીના ગુન્હાની કબુલાત આપી હતી. પકડાયેલ રીઢો તસ્કર અમર વાઘેલા અગાઉ અમરેલી, ભાવનગર તથા જેતપુરમાં ૮ ચોરીના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.
આ કાર્યવાહી જેતપુરના એએસઆઇ ભાવેશભાઇ ચાવડા, એચસી સાગરભાઇ મકવાણા, શકિતસિંહ ઝાલા, પીસી લાખુભા રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, અમીતભાઇ સિઘપરા તથા પીસી પ્રદીપભાઇ આગરીયા સહિતના સ્ટાફે કરી હતી.(
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
