News of Wednesday, 30th July 2025
ભુજમાં વધુ એક ચીટર નકલી સોનાના બિસ્કિટ સાથે ઝડપાયો
અબ્બાસ જુસબ મોખાને ઝડપી લીધો : સસ્તા સોના, એકના ડબલ રૂપિયાની લાલચમાં આવનારા સાવધાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : કચ્છ પોલીસ દ્વારા વારંવાર ઠગ ટોળકીથી સાવધ રહેવા લોકોને અપીલ કરાય છે. પરંતુ લોકો લાલચમાં આવી ઠગ ટોળકીનો શિકાર બની પોતાની મહેનતના કમાવેલા રૂપિયા ગુમાવે છે. જોકે, હાલ સોશ્યલ મીડિયા તેમ જ ઠગ ટોળકી ઉપર પશ્ચિમ કચ્છ પોલીસ બાજ નજર રાખી રહી હોઈ ઠગ ટોળકી કોઈની સાથે ઠગાઈ કરે એ પહેલા જ પોલીસ તેને ઝડપી લે છે. પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફીક પોલીસે ભુજના નળવાળા સર્કલ પાસેથી સ્વિફ્ટ કારમાં જઈ રહેલા અબ્બાસ જુસબ મોખાને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી સોનાના ૪ નકલી બિસ્કિટ કબજે કર્યા હતા. આરોપીએ પોતે ઠગાઈ માટે આ નકલી બિસ્કિટ રાખ્યા હોવાનું જણાવ્યું હતું.
(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
