News of Wednesday, 30th July 2025
વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથીએ રાજયભરમાં સેવા કાર્યો સંપન્ન

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૩૦ :.. સૌરાષ્ટ્રના લડાયક અને કદાવર ખેડૂતનેતા, ગરીબોના બેલી અને તમામ સમાજને સાથે લઈ ચાલનારા જેમને જીવન આમજનતા,ખેડૂતો અને ગરીબ લોકોની સેવા કાજે સમર્પિત કર્યુ હતું જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને લોકસેવાના કાર્યો કર્યા હતા તેવા ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત ભરમાં વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દવારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, બટુકભોજન, સ્કુલના બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ, દિવ્યાંગજનોને ભોજન, ગૌશાળાની ગાયોને નિરણ વક્ષારોપણ સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા
જામકંડોરણામાં ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ ગૌમાતાને ખોળદાણ તથા નિરણ ખવડાવી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી સેવા કાર્યોની શુભશરૂઆત કરી હતી કન્યા વિધાલય ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓ,તાલુકાભરના આગેવાનો અને લોકોની ઉપસ્થિતિમાં જયેશભાઈ રાદડીયા તેમજ આગેવાનોએ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાને દિપ પ્રાગટય કરી પુષ્પાંજલી અર્પણ કરી સર્વરોગ નિદાન કેમ્પ અને મેગા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
આ કેમ્પમાં જયેશભાઈ રાદડીયા, રાજુભાઈ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, અશોકસિંહ વાઘેલા,ચંદુભા ચૌહાણ, ગૌતમભાઈ વ્યાસ, ખીમજીભાઈ બગડા, ધનજીભાઈ બાલધા, મોહનભાઈ કથીરીયા, કરણસિંહ જાડેજા, હરસુખભાઈ પાનસુરીયા,લીલાધરભાઈ ભંડેરી, સંજયભાઈ બોદર, વિઠ્ઠલભાઈ બોદર સહિતના આગેવાનો, સરપંચો, સહકારી આગેવાનો, સામાજીક અગ્રણીઓ, યુવાનો તેમજ તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં રકતદાતાઓએ હાજરી આપી રક્તદાન કરી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રઘ્ધાંજલી અર્પી હતી સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ હાજરી આપી દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી જામકંડોરણા તાલુકાના ગામોમાં વિવિધ સંસ્થાઓ તેમજ લોકો દ્વારા વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પન્ન કરી શાળાઓના બાળકોને બટુક ભોજન, શૈક્ષણિક કિટ વિતરણ, પુસ્તકો, ચોપડા, બોલપેન વિતરણ કરી વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલી અર્પી હતી તેમજ ગોંડલ, કાલાવડ, જસદણ, વિંછીયા, હિંમતનગર, બાયડ, મુંબઈ, ગાંધીધામ, ગાંધીનગર, ભુજ, કલ્યાણપુર, રાજકોટ, જેતપુર, શાપર વેરાવળ, ધોરાજી, ઉપલેટા, સુરત, વીરવા, વિરપુર જલારામ, રામોદ, અરડોઈ, લોધીકા, પડઘરી મેવાસા હરમડીયા,દવારકા,જુનાગઢ, સમઢીયાળા, તાલાળા કેશોદ, સુખપુર, ભેસાણ, ઝાલણસર, વડીયા, અંકલેશ્વર,જામનગર,ભરૂચ, નાથદવારા, કાગવડ, અમદાવાદ, માખીયાળા, વડોદરા, મજેવડી, મંડલીકપુર, નવાગામ, સાયલા, ભેડા પીપળીયા, થાણા ગાલોલ, ચારણીયા, ચાંપરાજપુર, નવી સાંકળી, ડેડરવા,કેરાળી, જાંબુડી, સેલુકા, મોટા ગુંદાળા, જેપુર, પીઠડીયા, રેશમડી ગાલોલ સહિતના શહેરો અને ગામોમાં અનેક સ્થાનો પર સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
