તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 30th July 2025
મોટી પાનેલી ગામે મહિલા સંચાલીત જૂગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૧૩ મહિલા પકડાઇ
જયોતિબેન ચોટાઇના મકાનમાં ભાયાવદર પોલીસનો દરોડોઃ ર૦,૭પ૦ ની રોકડ રકમ કબ્જે

રાજકોટ તા. ૩૦ :.. ભાયાવદર પોલીસે મોટી પાનેલી ગામે મહિલા સંચાલીત જૂગારના હાટડા ઉપર રેઇડ કરી જૂગાર રમતી ૧૩ મહિલાને ઝડપી લીધી હતી.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હીમકરસિંહ તથા ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજ એ પ્રોહી-જુગારના કેશો વધુમા વધુ શોષી કાઢવા આપેલ સુચના અનુસંધાને ભાયાવદર પોલીસ સ્ટેશનનાપી આઇ. વી. સી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે મોટી પાનેલી ગામ પ્લોટ વિસ્તાર કે જે પટેલ હાઇસ્કુલ પાસે આવેલ જયોતી બેન વા/ઓ રજનીશભાઇ ચોટાઇ વાળી ના મકાનમાં અમુક મહીલા ઇસમો ગંજી પાનાના પાના વડે પૈસા ની હાર જીત નો જુગાર રમે છે જે બાતમી અન્વયે રેઇડ કરી જૂગાર રમતા મકાન માલીક ( ૧) જયોતીબેન વા/ઓ રજનીશભાઈ વિનોદભાઈ ચોટાઈ રહે મોટી પાનેલી ગામ, કે જે. પટેલ હાઈસ્કુલ પાસે (૨) લીલાબેન વા/ઓ જેન્તીભાઈ લાયાભાઈ પાંચાણી રહે મોટી પાનેલીગામ.સવજી પાર્ક (૩) ગીતાબેન વા/ઓ મુકેશભાઈ કરશનભાઈ વડેયા, રહે. મોટી પાનેલી ગામ પંચશીલ સોસાયટી (૪) કાશ્મીરાબેન વા/ઓ રાજેશભાઈ લવજીભાઈ વીરાણી, રહે મોટી પાનેલીગામ, કે જે પટેલ હાઇસ્કુલ બાજુમાં (૫) મીનાબેન વા/ઓ ચેતનભાઈ બાબભાઈ ભીમજીયાણી રહે મોટી પાનેલી ગામ, ચોરા પાસે (૫) રશ્મીબેન વા/ઓ રાજેશભાઈ જેન્તીભાઈ શીંગાળા રહે મોટી પાનેલીગામ,રામ મંદીર પાસે ( ૭) હેતલબેન વા/ઓ. જીજ્ઞેશભાઈ રશ્મીભાઈ તના રહે મોટી પાનેલી ગામ,સ્વામીનારાયણ મંદીર પાસે ના ઉપુલેટા (૮) નિર્મળાબેન વા/ઓ મનોજભાઈ જેન્તીલાલ મેતા,રહે. મોટી પાનેલી ગામ, ભાભા ચોક (૯) રીટાબેન વા/ઓ રાજનભાઈ ગોરધનભાઈ સોજીત્રા રહે મોટી પાનેલી ગામ મોહન બાપાના પુતળા પાસે (૧૦) નિર્મળાબેન વા/ઓ જેન્તીભાઈ વજેરામભાઈ દવે.રહે.મોટી પાનેલી ગામ રાધે એપાર્ટમેન્ટ ત્રીજા માળેના (૧૧) હીનાબેન વા/ઓ શૈલેષભાઈ મનસુખભાઈ માણાવદરીયા રહે. મોટી પાનેલી ગામ,પંચશીલ સોસાયટી (૧૨) સોનલબેન વા/ઓ જીગરભાઈ રાજેશભાઈ ખાખરીયા રહે મોટી પાનેલીગામ,લીમડા ચોક (૧૩) ભારતીબેન વા/ઓ. હરેશભાઈ બાબુભાઈ મુળશારહે મોટી પાનેલી ગામ,લેઉઆ પટેલ સમાજ પાસે ને રોકડા રૂા. ર૦,૭પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. (૧) રોકડ રૂપીયા ર૦,૭૫૦/-, (૨) ગંજીપત્તાના પાના નંગ પર (સેટ-૦૩), (૩) લાઇટ બીલ કિ ૨૦૦૦/-
આ કાર્યવાહી ભાયાવદરના એ એસ.આઇ. દીનેશભાઇ ગોહેલ , પો.કોન્સ હીમાશુભાઇ હુણ, પોસ્ફોમ્સ મહેશભાઇ ગમારા, પો કોન્સ હરેશભાઇ કટારા તથા મહીલા પો.કોન્સ ભાવીશાબેન ડાંગર સહિતના સ્ટાફે કરી હતી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
