<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

મોરબીની પી જી પટેલ કોલેજના મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ અમુલ કંપનીની મુલાકાત લીધી

અમુલ કંપનીની 400 થી વધુ અલગ અલગ પ્રોડક્ટના ઉત્પાદન અને વેચાણ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીની પી જી પટેલ કોલેજના મેનેજમેન્ટ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ અમુલ કંપનીની મુલાકાત લીધી હતી  કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના વિદ્યાર્થી વિકાસના અવિરત પ્રયત્નના ભાગરુપે મોરબીની પી જી પટેલ કોલેજના મેનેજમેન્ટ (BBA) વિદ્યા શાખા ના વિદ્યાર્થીઓએ વિશ્વવિખ્યાત અને આણંદ ખાતે આવેલી અમુલ લિમિટેડ કંપનીની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત અંતર્ગત અમૂલ ડેરી – આણંદ અને અમુલ ચોકલેટ યુનિટ – મોગરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન અમૂલ કંપનીના અધિકારીઓ વિદ્યાર્થીઓની સાથે રહ્યા હતા અને અમુલ કંપનીની 400 થી વધુ અલગ અલગ પ્રોડક્ટના ઉત્પાદન અને વેચાણ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટના ગુણ વિકસે અને એ તેઓ એક કાર્યક્ષમ સંચાલક તરીકે ભવિષ્યમાં ઊભરી આવે તે માટે અર્થપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન કોલેજના પ્રાધ્યાપક  હિરેન મહેતા, મનહર સુદ્ર , દીપ મણિયાર,  પરિધી પિલોજપરા વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.

(12:05 AM IST)