<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 100 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

LCB સહિત 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ સર્ચમાં જોડાયો : 100થી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે વિસ્તારમાં સર્ચ

વેરાવળ : રાજ્યમાં માત્ર નામની જ દારુ બંધી હોય તેવું લાગી રહ્યું છે. ગીર સોમનાથમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથમાં પોલીસે વિદેશી દારુ ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ અને તેને મોટી સફળતા મળી છે. વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ. જેમાં LCB સહિત 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ સર્ચમાં જોડાયો છે. 100થી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે વિસ્તારમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે

આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે 100 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વેરાવળમાં કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી દારુ મળ્યો છે. હાલમાં પણ પોલીસનું સર્ચ ઓપરેશન આ વિસ્તારમાં ચાલી રહ્યું છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદેશી દારૂનો જથ્થો જોઈને લાગી રહ્યું છે કે રાજ્યમાં દારુ બંધીની માત્ર વાતો જ કરવામાં આવે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે કોના ઈશારે આ પ્રકારના દારૂના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે? શું મોટા માથાઓના ચાર હાથ આ દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરો ઉપર છે કે પછી તેમના દ્વારા મસમોટી રકમ ચૂકવવામાં આવી રહી છે તે પણ મોટો સવાલ છે. 

(12:24 AM IST)