<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

માળિયા તાલુકાના વિદરકા ગામે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી જીલ્લા ટીમની મીટીંગ મળી.

સંગઠન વધુમાં વધુ મજબુત થાય એવા પ્રયત્નો સાથે સમાજમાં શિક્ષણ મુદે સમાજને જાગૃત કરી શકાય એ દિશામાં સંગઠનની કામગીરી રહેશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા માળિયા તાલુકાના વિદરકા ગામે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદરકા ગામ સમિતિના હોદેદારોની વરણી કરવામાં આવી સાથે સંગઠન બાબતે યોગ્ય માર્ગ દર્શન પૂરું પાડી સંગઠન વિશે માહિતી આપી હતી.


મોરબી જિલ્લામાં ઠાકોર સેના સંગઠન વધુમાં વધુ મજબુત થાય એવા પ્રયત્નો સાથે  સમાજમાં શિક્ષણ મુદે સમાજને જાગૃત કરી શકાય એ દિશામાં સંગઠનની કામગીરી રહેશે અને સમાજ વ્યસન મુક્ત થાય અને સમાજ આવનારા દિવસોમાં ખૂબજ જાગૃત થાય એવા પ્રયત્નો સાથે ઓબીસી માં થતા અન્યાય બાબતે ચર્ચા કરી  ઓબીસી વર્ગીકરણ થાય એ મુદે ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં જેમાં મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજ હેમંતભાઈ સુરેલા gkts મોરબી જિલ્લા jb thakor મોરબી જિલ્લા મયુરભાઈ બાબરીયા મોરબી તાલુકા વિજયભાઈ દેગમા મોરબી સિટી અમિતજી ઠાકોર મોરબી સિટી મનીષભાઈ સલાની મોરબી સિટી મહેસજી ઠાકોર સોખડા હકાજી ઠાકોર મકનસર્ ગ્રામ સમિતિ અક્ષયજી ઠાકોર મોતીજી ઠાકોર તેમજ વિરવિદરકા ગામના વડીલ આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.


 

(1:03 AM IST)