News of Thursday, 31st July 2025
જસદણ અને વિંછીયા તાલુકાના ૨૨ ગામોમાં ૫૫૦ લાખના ખર્ચે ગ્રામ પંચાયતના અદ્યતન ભવનો બનશે
જસદણ તાલુકાના 17,વિંછીયા તાલુકાના 4 અને ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે નવી ગ્રામ પંચાયતના અદ્યતન ભવનો બનતા ગામડાઓમાં પંચાયતની સુવિધાઓ ઉપલબ્ધ થશે:કુંવરજીભાઈ બાવળીયા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.31 જસદણ-વિંછીયા તાલુકમાં 22 ઞામોમાં રૂ.550 લાખના ખર્ચે નવા પંચાયત ભવનો બનાવવા માટે કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસોથી ટુંક સમયમાં આ ભવનોનાં કામ ચાલુ કરવામાં આવશે.
આ અંગે વિગતો આપતા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, જસદણ તાલુકાના પોલારપર,જુના પીપળીયા,ચીતલીયા,ઝુંડાળા,જીવાપર,બરવાળા,કુંદણી,વેરાવળ,કાનપર,રાણપરડા,ગઢડીયા(જામ),રાજાવડલા(જસ),નાની લાખાવડ,બળધોઈ,ભાડલા,લીલાપુર,વડોદ અને વિંછીયા તાલુકાના છાસીયા,પાટીયાળી,ભડલી,દેવઘરી અને જસદણ વિધાનસભામાં આવતા ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં નવા પંચાયત ઘર બનાવવામાં આવશે.
રાજયના પંચાયત વિભાગની સી.ડી.પી-૫ યોજના હેઠળ ગ્રામ પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ યોજના અંર્તગત નવીન ગ્રામ પંચાયત ઘર બનાવવાના કામોને વહીવટી મંજુરી રાજય સરકાર તરફથી આપવામાં આવી છે જે કામો થવાથી અરજદારોને બેસવા, સરકારી રેકર્ડ રાખવા સહિતની સુવિધાઓ ગામને મળશે.
કામોના અંદાજપત્રક બનાવવા સહીતની કાર્યવાહી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે જે કામો વહેલી તકે શરૂ કરવા માટે સબંધીત અધિકારીને સૂચનાઓ કરવામાં આવી હોવાનું કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
