News of Thursday, 31st July 2025
પાલીતાણાના ઐતિહાસિક શ્રી કાલ ભૈરવ મંદિરનો કાલે ૧૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશઃ ભવ્ય પાટોત્સવ
ધ્વજા આરોહણ, રૂદ્રાભિષેક, મહારાજ ભોગ, શણગાર દર્શન, મહાઆરતીના કાર્યક્રમોઃ આચાર્ય રમેશભાઇ શુકલ

રાજકોટઃ પાલીતાણા જૈન તિર્થધામ પાલીતાણાનું ઔતિહાસિક શ્રી કાલ ભૈરવ મંદિર- પાલીતાણાના ૧૩૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આવતીકાલે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર ભારત વર્ષમાં શ્રી કાલભૈરવના ત્રણ મંદિર આવેલા છે. (૧) કાશી(બનારસ) (ર) ઉજજૈન(૩) પાલીતાણા કાલભૈરવ મંદિરને શ્રાવણ સુદ-૮ શુક્રવારતા. ૧ ઓગષ્ટ ના ૧૩પ વર્ષ પૂરા કરી ૧૩૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આ મંદિર ભૂતપૂર્વ મહારાજા માનસિંહજી-એસ ગોહીલ સાહેબે બનાવી પાલીતાણાના ગ્રામદેવ તરીકે સ્થાપિત કર્યા અને લોક કલ્યાણ અને લોક દર્શન માટે ખુલ્લું મુકેલ.
આવતીકાલે તા. ૧ ઓગષ્ટના પાટોત્સવ પ્રસંગે સવારે ૭:૩૦ કલાકે ધ્વજા આરોહણ, રૂદ્રાભિષેક સવારે ૭ કલાકે, મહારાજભોગ-બપોર ના ૧ર કલાકે, શણગાર દર્શન-બપોરના ૪ કલાકે, મહાઆરતી- સાંજના ૭:૩૦ કલાકે થશે, દરેક ભકતજનોને ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા યજ્ઞ દર્શનનો લાભ લેવા આચાર્ય શ્રી રમેશભાઇ શુકલ, શ્રીશ્રી કાલભૈરવપીઠ-પાલીતાણા દ્વારા નિમંત્રણ અપાયું છે. (૪૦.૧૦)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
