<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

જૂનાગઢમાં કુટણખાનુ ઝડપાયું, સંચાલક મહિલા, ગ્રાહકની ધરપકડ

કુટણખાનામાંથી પોલીસે ૧૪,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧: જૂનાગઢના કડિયાવાડ વિસ્‍તારમાં રહેણાંક મકાનમાં ધમધમતું કુટણખાનુ પોલીસે પકડી પાડી સંચાલક મહિલા અને ગ્રાહકની ધરપકડ કરી રૂપિયા ૧૪,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

શહેરના કડિયાવાડ વિસ્‍તારમાં શાક માર્કેટ પાસે રહેતા મૂળ જેતપુરના અનિતાબેન રાજેશભાઈ રાજાણી નામની ૪૫ વર્ષની મહિલા પોતાના રહેણાંક મકાનમાં કુટણખાનુ ચલાવતી હોવાની જાણ થતા ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યા, એ ડિવિઝનના પીઆઈ આર. કે. પરમાર, મહિલા પીએસઆઇ બી. એમ. વાઘમશી સહિતના પોલીસ સ્‍ટાફે બુધવારની રાત્રે રેઇડ પાડી હતી.આ કાર્યવાહી દરમિયાન કુટણખાનામાંથી મહારાષ્‍ટ્ર અને મધ્‍યપ્રદેશની ૩ રૂપલલના મળી આવી હતી. પોલીસે કુટણખાનાની સંચાલિકા અનિતાબેન રાજેશ રાજાણી તથા જૂનાગઢના નવા ઘાંચીવાડા વિસ્‍તારમાં રહેતો ગ્રાહક સકીલ ઇબ્રાહીમ વાજા નામના શખ્‍સની ધરપકડ કરી કુટણખાનામાંથી રોકડ, કોન્‍ડમ સહિત રૂપિયા ૧૪,૫૦૦નો મુદ્દામાલ કબજે લઈ અનિતા અને ગ્રાહક શકીલ વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્‍યારે કુટણખાનામાંથી મળી આવેલ ૩ રૂપલલનાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરાઈ હતી. રહેણાક વિસ્‍તારમાંથી કુટણખાનાનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ હતી. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)(૨.૬)

 

 

 

(10:54 AM IST)