News of Thursday, 31st July 2025
પડધરીના ખંભાળા ગામની સીમમાં રાજકોટના પ વેપારી સહિત ૯ જૂગાર રમતા પકડાયા
વિરપુરમાં રૂરલ એલસીબીએ જૂગાર રમતા પ શખ્સોને ૧.૯પ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા

તસ્વીરમાં વિરપુરમાં જૂગાર રમતા પકડાયેલા શખ્સો નજરે પડે છે.
રાજકોટ તા. ર૮ :.. પડધરી પોલીસે ખંભાળા ગામની સીમમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા રાજકોટના પ વેપારી સહિત ૯ શખ્સોને ઝડપી લીધા હતાં.
દરોડામં પડધરી પોલીસે ખંભાળા ગામની સીમ ન્યારા રોડ પર મેલડીમાં મંદિર પાછળ આવેલ કારખાના પાસે ખુલ્લા પટમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) અલ્પેશ કરશનભાઇ કામરીયા ધંધો વેપાર રહે. યુનિવર્સિટી રોડ, નંદ બેસરા, ગોલ્ડન સુપર માર્કેટ સામે રાજકોટ, (ર) પરેશ ગીરધરભાઇ જાવીયા ધંધો વેપાર-રહે. સાધુ વાસવાણી રોડ, અનંતા વિવંતા એપાર્ટમેન્ટ ૪૦૩ રાજકોટ, (૩) હાદૃિક કમલેશભાઇ કોરીંગા ધંધો વેપાર રહે. સાધુ વાસવાણી રોડ, રોયલ પરીસર, નંદ પરીસરની સામે રાજકોટ (૪) નૈમિષ દેવકરણભાઇ રંગપરીયા ધંધો વેપાર રહે. રૈયા ટેલીફોન એક્ષચેંજ પાછળ, મોબાસા પાર્ક-૧ રાજકોટ, (પ) મહેન્દ્રભાઇ પ્રાગજીભાઇ કામરીયા ઉ.પર ધંધો ખેતી તા. પડધરી, (૬) પ્રકાશ જસવંતભાઇ મેંદપરા (ઉ.૩૯) ધંધો ઇમીટેશન રહે. ખંભાળા (૭) યતિન ચંદુભાઇ કામરીયા ધંધો વેપાર રહે. પાટીદાર રેસીડેન્સી પાટીદાર ચોક સાધુ વાસવાણી રોડ, રાજકોટ તથા (૯) રીન્ટુ કરશનભાઇ કામરીયા ધંધો નોકરી રહે. ખંભાળા તા. પડધરીને રોકડા રૂા. ૭ર,૭૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. બીજા દરોડોમાં એલ. સી. બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇ. વી. વી. ઓડેદરા તથા પો. સબ. ઇ. એચ. સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ. સી. બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન એએસઆઇ શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા તથા એચ.સી. કૌશકીભાઇ જોષી તથા અરવિંદસિંહ જાડેજાને સંયુકતમાં ખાનગી રાહે મળેલ હકિકત આધારે વિરપુર પો. સ્ટ.ે વિસ્તારમાં ધ ગાન્ડ ખોડલ હોટલ પાછળ પંકજ નટુભાઇ વઘાસીયાની વાડી પાસે આવેલ જાહેર માર્ગ પર રેઇડ કરી જુગાર રમતા પ આરોપીઓને રોકડ અને બે બાઇક સહિત ૧.૯પ,૮ર૦ ના મુદામાલ સાથે પકડી પાડી વિરપુર પોલીસેન હવાલે કર્યા હતાં.
જૂગતા રમતા પકડાયેલ શખ્સોમાં (૧) લલીત ઉર્ફે લાલો કેશુભાઇ વેકરીયા રહે. ગામ વિરપુર ખરાવાડા, પ્લોટ, (ર) રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા પ્રતાપસિંહ વાળા રહ.ે વિરપુર ખરાવાડ પ્લોટ, (૩) શની હીતેષભાઇ આહીર રહે. વિરપુર રાધાકૃષ્ણ સોસાયટી (૪) પરષોતમ મીલાજીભાઇ મકવાણા રહે. વિરપુર જલારામ નગર, તથા (પ- દિપેશ હરેશભાઇ પાદરીયા રહે. વિરપુર ગોંડલ રોડ, ગાજીપરા શેરીને સમાવેશ થાય છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
