News of Thursday, 31st July 2025
વેરાવળ - પ્રભાસપાટણમાં ૭.૬૮ લાખનો દારૂ-બિયર જપ્ત ગીર સોમનાથમાં મોટા પાયે કોમ્બીંગઃ ૧પ૦ પોલીસનો કાફલો ત્રાટકયો
જુનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની આગેવાનીમાં એલસીબી, એસઓજી ટીમની કાર્યવાહી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૩૧: ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ અને પ્રભાસપાટણમાં આજે વહેલી સવારે મોટા પાયે કોમ્બીંગ કરીને વેરાવળ- પ્રભાસ-પાટણમાંથી ૭.૬૮ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેવાયો છે.
જુનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં આગેવાનીમાં એલસીબી અને એસઓજીની ટીમો સાથે ૧૫૦ પોલીસનો કાફલો ત્રાટકયો હતો.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવળતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હતી.
જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી. પટેલના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઈ. ગોવિંદભાઈ વંશ, અજીતસિંહ પરમાર, પો.હેડ.કોન્સ નટુભા બસિયા, મિશિંગ પર્સન સ્કોડ ના પો.હેડ કોન્સ નરેન્દ્રભાઈ પટાટ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે વેરાવળ પોસ્ટે વિસ્તારના વેરાવળ ખારવાવાડ, કંપાઉન્ડ વિસ્તારમાં નીચે જણાવેલ નામવાળા ઇસમના મકાનમાંથી પ્રોહી મુદામાલ મળી આવતા પ્રોહી અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે હીરાબેન નવીનભાઇ કુહાડા ખારવા રહે.વેરાવળ ખારવાવાડ, કંપાઉન્ડ વિસ્તાર સામે કાર્યવાહી કરી છે અને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચ તથા પ્લા.ની કંપની શીલ પેક કુલ બોટલો નંગ-૨૮૪૪ ની કિ.રૂા.૬,૮૪,૭૦૦/-, અલગ અલગ બ્રાન્ડની બિયરના કુલ ટીન નંગ- ૩૬૬ કિ.રૂા-૮૪.૧૮૦/- મળી કિં.રૂા.૭.૬૮,૮૮૦/-નો મુદામાલ જપ્ત કરેલ છે.
આ કામગીરી એલ.સી.બી. પો.ઇન્સ. એમ.વી.પટેલ, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઈ.નરવણસિંહ ગોહીલ, રામદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ વંશ, અજીતસિંહ પરમાર, પો.હેડ.કોન્સ નટુભા બસિયા, દેવીબેન રામ પો.કોન્સ. પ્રવીણભાઇ બાંભણિયા, મિશિંગ પર્સન સ્કોડ ના પો.હેડ કોન્સ નરેન્દ્રભાઈ પટાટ ડ્રા એ.એસ.આઈ નારણભાઇ ચાવડા, નીલેશગીરી નિમાવત, ડ્રા.હેડ કોન્સ કનુભાઈ ચુડાસમાએ કરી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
