News of Thursday, 31st July 2025
પાટણવાવમાં ઝેરી જંતુ કરડી જતા બેના મોત : પાંચ સારવારમાં
એક દર્દીને રાજકોટ ખસેડાયો : ૧૦ર ઘરમાં સ્પ્રે છાંટવામાં આવ્યો : ધોરાજી અને રાજકોટ જિલ્લા આરોગ્ય ટીમ દોડી ગઇ : બેકટેરીયા ઇન્સ્પેકશન હોવાનું તારણ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૩૧ : ગામલોકો ની ફરિયાદ ને લઈ તાલુકા હેલ્થ ઓફિસર ની ટિમ રાજકોટ આરોગ્ય શાખા ની ટિમ પાટણવાવ ખાતે દોડી ગયેલ છે.
પાટણવાવ ખાતે છેલ્લા ૬ મહિના થયા કોઈ ને નજર મા નો આવતું ઝેરી જંતુ ગામના લોકો ના જણાવ્યા મુજબ પાંચ લોકો ને કરડી ગયેલ હોઈ દર્દીઓ ની હાલત કફોડી બની ગયી છે
પાટણવાવ ગામે ઝેરી જંતુ પગ મા કરડતું હોઈ તયાર બાદ કલાક બાદ પગ મા દુખાવો થાય છે ત્યાર બાદ પગ મા ફોલા પડી જાય છે જે ધીરે ધીરે પગ આખા મા પસરે છે અને શરીર ના અભિન અંગ કિડની સુધી પહોંચી જાય છે ત્યારે ગામમા ૧૯ તારીખ ના રોજ બે વ્યક્તિ ને ઝેરી અજ્ઞાત જંતુ કરડી જતા પગ મા દુખાવો શરૂ થયેલ તયાર બાદ ત્રણ કલાક બાદ આખા પગ મા ફોલા સાથે રસી નીકળવાનું ચાલુ થઈ જતા ઉપલેટા ખસેડાયેલ છે
પાટણવાવ ગામના સ્થાનિક દ્વારા તાત્કાલિક તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વાછાણી ને જાણ કરતા તપાસ હાથ ઘરેલ અને રાજકોટ આરોગ્ય શાખા ને જાણ કરતા મેડિકલ ઓફિસર ની ટિમ પાટણવાવ ખાતે પહોંચી દર્દીઓ ને ચેક કરેલ અને પીર વાડી વિસ્તાર ની આજુબાજુ ચેકીંગ હાથ ઘરેલ અને દવા છંટકાવ કરેલ
ત્રણ દિવસ પહેલા નીતિન પેથાણી નામના પ્રોદ્ધ ને જંતુ અગાઉ કરડ્યું હોઈ તેમનું મોત થયા નું સ્થાનિકો એ કહેલ હતું
પાટણવાવ ગામમા જાન્યુઆરી મહિના મા પ્રથમ આવું કોઈ જંતુ કરડવા નો બનાવ આવેલ તયાર બાદ અત્યાર સુધીમાં પાંચેક લોકો ને આં ઝેરી જંતુ કરડ્યું હોવાનું ગામલોકો એ જણાવેલ હતું
પાટણવાવ ના પીરવાડી વિસ્તાર મા છેલ્લા ૬ મહિના થયા આં ઝેરી જંતુ કરડવા ના બનાવ સામે આવેલ જેમાં બે કેસ અઠવાડિયા મા બનેલ હોવાનું સામે આવેલ જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર વાછાણી ના જણાવીયા મુજબ બચુભાઈ ભીમાણી નામના પ્રોદ્ધ ને રાજકોટ સરકારી હોસ્પિટલ મા સર્જરી વિભાગ મા તપાસ અર્થ મોકલીયા હોઈ અઠવાડિયા બાદ રિપોર્ટ આવિયા પછી સમગ્ર માહિતી આવી હશે.
એક દર્દી ને રાજકોટ પીડી મેડિકલ કોલેજ ખાતે મોકલેલ છે કયો બેક્ટરીયા છે તે રિપોર્ટ બાદ ખબર પડે જે ડિસેમ્બર જાન્યુઆરી મા એક વ્યક્તિ ને જંતુ કરડ્યું હતું તેમનું મોત નીપજેલ છે તે આં બનાવ સાથે હોઈ શકે આં જંતુ પગ મા કરડે છે કરડવા થી ચાર કલાક મા સોજો આવી જાય છે અને ૨૪ કલાક મા આખા પગ મા ફેલાય જાય છે તયાર બાદ તેમની અસર કિડની ઉપર થાય છે હાલ દર્દીઓ ના સેમ્પલો લીધા હોઈ અને એક દર્દી રાજકોટ ખાતે મેડિકલ ટિમ તપાસી રહી હોઈ રિપોર્ટ બાદ સમગ્ર વિગત બહાર આવી શકે
પાટણવાવ ખાતે ઝેરી જંતુ કરડવા ના પાંચ કેસ ને ધ્યાન મા લઈ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વાછાણી તેમજ રાજકોટ આરોગ્ય શાખા ની ટિમ પશુપાલન વિભાગ ફોરેસ્ટ વિભાગ એન્ટોમોલોજીસ્ટ વિભાગ મલેરિયા એક્સપર્ટ ટિમ ના પાટણવાવ ખાતે સમગ્ર વિસ્તાર મા ચેકીંગ હાથ ધરી રહ્યા છે
ગામના સિનિયર મહિલા વનિતાબેન ભીમાણીએ જણાવેલ કે ઝેરી જંતુ કરડવાથી લોકો હેરાન થઈ જાય છે અંદાજે પાંચ થી છ લોકોને આ પ્રકારનો જંતુ કરડી ગયું હોય તેવા સમાચાર છે અને અમારા ગામના ત્રણ જેટલા લોકો ગુજરી ગયા છે અને હાલમાં આરોગ્યની ટીમ તપાસ કરવા આવી છે પરંતુ હજુ સુધી ખબર નથી કે કયું જંતુ કરે છે આ બાબતે અમને પણ ભય છે
પાટણવાવ ના મયુરભાઈ જોશી એ જણાવેલ કે ચારથી પાંચ લોકોને આવા જ ધંધો કરતી જવાના બનાવો જોવા મળ્યા છે અને ગામના લોકોને પણ ડર બહુ લાગે છે હાલમાં આરોગ્યની ટીમ બચુભાઈ ભીમાણીને રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં તપાસથી લઈ ગયા છે. હાલમાં ધોરાજી અને રાજકોટની આરોગ્ય ટીમ પાટણમાં ખાતે કામ કરી રહી છે.
ધોરાજી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પુનિત વાછાણી નો સંપર્ક શાંધતા તેઓએ જણાવેલ કે હાલમાં અમે પાટણવાવ ખાતે જિલ્લાની ટીમ લઈને ગયા હતા પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ હોય એવું લાગી રહ્યું છે બેક્ટેરિયા કોના કારણે ફેલાઈ રહ્યા છે જંતુના કારણે કે અન્ય કોઈ કારણોસર તે તપાસનો વિષય છે આ બાબતે અમે સેમ્પલો લીધા છે અને જે જે લોકોને આ પ્રકારના રોગ જોવા મળ્યા છે તેમની એમ.એ સારવાર પણ ચાલુ કરી દીધી છે બે લોકોને રાજકોટ સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. (૯.૧૯)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
