<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

કચ્‍છમાં વધુ એક ભૂકંપનો આંચકો : હવે પૂર્વ કચ્‍છના બેલા પાસે ૩.૩ નો આંચકો

બે દિ' પહેલા પશ્‍ચિમ કચ્‍છમાં પાકિસ્‍તાન સરહદે આંચકો આવ્‍યો હતો, ૧૦ દિમાં પાંચમો આંચકો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૧: વિશ્વભરમાં થઈ રહેલ પેસિફિક મહાસાગરમાં સુનામી અને રશિયાના ભૂકંપની ચર્ચા વચ્‍ચે કચ્‍છની ધરતી ધણધણી છે. આ આંચકો આજે સવારે પૂર્વ કચ્‍છમાં અનુભવાયો છે. સિસ્‍મોલોજી કચેરી અનુસાર સવારે ૯.૫૨ વાગ્‍યે ૩.૩ ના આવેલ આંચકાનું રાપર તા.ના બેલા ગામથી ૧૬ કિમી દૂર સાઉથ વેસ્‍ટમાં કેન્‍દ્ર બિંદુ નોંધાયું છે. દરમ્‍યાન જાણીતા ભૂકંપશાષાી ડો. ગૌરવ ચૌહાણના જણાવ્‍યાનુસાર આ આંચકો કચ્‍છની ભૂકંપ ફોલ્‍ટ લાઈનો પૈકી ગેડી ફોલ્‍ટ લાઈનમાં આવ્‍યો છે. બેલા એ પૂર્વ કચ્‍છમાં ભારત પાક સરહદે આવેલું ગામ છે. બે દિવસ અગાઉ મંગળવારે વહેલી સવારે ૧૨.૧૧ વાગ્‍યે પશ્‍ચિમ ભૂકંપની અલગ અલગ ચાર જેટલી ફોલ્‍ટ લાઈનો સક્રિય છે. કચ્‍છ જિલ્લો ભૂકંપ ઝોન પાંચમાં આવે છે.(૨૩.૩૦)

(2:57 PM IST)