News of Thursday, 31st July 2025
સોૈરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા
મેઘરાજાનો વિરામ યથાવતઃ વાદળછાંયુ વાતાવરણ

રાજકોટ તા.૩૧: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી પવનના સૂસવાટા ફુંકાઇ રહયા છે.
આવા વાતાવરણ વચ્ચે વાદળછાંયુ વાતાવરણ યથાવત છે અને મેઘરાજાનો પણ વિરામ છે. છેલ્લા થોડા દિવસોથી માત્ર સામાન્ય ઝાપટા રૂપે કોઇ-કોઇ જગ્યાએ વરસાદ વરસી જતો હોવાથી ખેડૂતો ખેતીકાર્યમાં વ્યસ્ત છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૭, મહતમ તાપમાન ૩૨.૫, ભેજનું પ્રમાણ ૮૭%, પવનની ગતિ ૧૧.૫ કિ.મી. રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
