News of Thursday, 31st July 2025
સિતારે જમીન પે” ફિલ્મના પ્રમોશન માટે આમિરખાન કચ્છ આવશે: ખાસ કોટાય ગામે જશે
૧ લી ઓગસ્ટના ભુજમાં યોજાશે પ્રમોશનલ શો, લગાન ફિલ્મથી આમિરખાનને કચ્છ સાથે નાતો

ભુજ : પોતાની બ્લોક બસ્ટર “ફિલ્મ સિતારે જમીન પે” ના પ્રમોશન માટે આમિરખાન કચ્છ આવશે. આમિરખાન ૧ લી ઓગષ્ટના ભુજ મધ્યે પ્રમોશનલ શો માં હાજરી આપશે. સુપરડુપર હિટ લગાન ફિલ્મથી આમિરખાનને કચ્છ સાથે નાતો રહ્યો છે. લગાન ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ કચ્છમાં જ થયું હતું. ૧ લી ઓગસ્ટે આમિરખાન ખાસ કોટાય ગામે જશે. ભુજની બાજુમાં આવેલ કોટાય ગામે લગાન ફિલ્મનું શૂટિંગ થયું હતું. અહીં ૧ લી ના સાંજે ૪ વાગ્યે આમિરખાન કોટાય ગામની પ્રાથમિક શાળામાં મીડિયા ને મળશે અને સિતારે જમીન પે ફિલ્મ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
