<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

જામજોધપુર ટાઉન વાવડીયાનેશ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પકડી લેતી જામજોધપુર પોલીસ

વાવડીયાનેશ મેલડી માતાના મંદીર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમા જુગાર રમતા છ શખ્શોને 12 હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી લેવાયા

 

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોક કુમાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ જામનગરનાઓએ પ્રોહી જુગાર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા  ના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પો.સ્ટે. ના પો.ઇન્સ એ.એસ.રબારી નાઓએ પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા જરૂરી સુચન કરેલ હોય જે અન્વયે જામજોધપુર પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

    જે દરમ્યાન પો.હેડ કોન્સ એસ.આર. પરમાર તથા પો કોન્સ કુણાલભાઇ ધનશ્યામભાઇ હાલા તથા પો કોન્સ દિલીપસિંહ વાઘુભા જાડેજા નાઓને સંયુક્ત ખાનગી રાહે હકીકત મળેલ કે જામજોધપુર વાવડીયાનેશ મેલડી માતાના મંદીર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમા અમુક ઇસમો તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરે છે તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ છ જાહેરમાં કુંડાળુ વાળી તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાના પાના નંગ-પર તેમજ રોકડા રૂ. ૧૨,૪૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૨,૪૦૦/- સાથે પકડી પાડી તેઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી(૧) સુરેશભાઇ ભીખુભાઇ ડાભી રહે. વાવડીયાનેશ તા. જામજોધપુર જી.જામનગર(૨) વાસુભાઈ કાન્તીભાઇ ભાલોડીયા રહે. જુના સિનેમા પાછળ જામજોધપુર જી.જામનગર(૩) રાજકુમાર ઉર્ફે રાજ મનસુખભાઈ ભાલોડીયા રહે. જુના સિનેમા પાછળ જામજોધપુર જી.જામનગર(૪) રમેશભાઇ હમીરભાઇ બારૈયા રહે. ખારવાપીર સીમ વિસ્તાર મનિષભાઇ વડારીયાની વાડીમા તા.જામજોધપુર જી.જામનગર મુળ રહે.દિયાળ પ્રાથમીક શાળા પાસે તા.મહુવા જી-ભાવનગર

(૫) સુનીલભાઇ જસમતભાઈ કુડેચા રહે પાળેશ્વરનેશ તા.જામજોધપુર જી.જામનગર મુળ રહે મહિકી ગામ તા.જામજોધપુર જી.જામનગર (૬) સુનીલભાઇ જસમતભાઈ કુડેચા રહે પાળેશ્વરનેશ તા.જામજોધપુર જી.જામનગર મુળ રહે.મહિકી ગામ તા.જામજોધપુર જી.જામનગર

ઉપરોક્ત કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.એસ.રબારી તથા પો.હેડ.કોન્સ.સુરેશભાઇ.આર.પરમાર તથા પો.કોન્સ અશોકભાઇ બાબુભાઇ ગાગીયા તથા પો.કોન્સ.દીલીપસિંહ વાઘુભા જાડેજા તથા પો.કોન્સ કૃણાલભાઇ ધનશ્યામભાઇ હાલા તથા પો.કોન્સ સરમણભાઇ સીદીભાઇ ગળચર તથા વુ.પો.કોન્સ. જ્યોત્સનાબેન અરવિંદભાઇ ચાવડા નાઓ દ્વારા કરેલ છે.

(11:10 PM IST)