News of Sunday, 3rd August 2025
જામજોધપુર ટાઉન વાવડીયા નેશ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્શોને પકડી લેતી જામજોધપુર પોલીસ
મેલડી માતાના મંદીર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં તીન પતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા ઝડપાયા

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ શોક કુમાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ જામનગરનાઓએ પ્રોહી જુગાર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા ના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પો.સ્ટે. ના પો.ઇન્સ એ.એસ.રબારીનાઓએ પ્રોહી-જુગાર ના કેસો શોધી કાઢવા જરૂરી સુચન કરેલ હોય જે અન્વયે જામજોધપુર પો.સ્ટે. પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
જે દરમ્યાન પો.હેડ કોન્સ. એસ.આર.પરમાર તથા પો.કોન્સ.કુણાલભાઇ ઘનશ્યામભાઇ હાલા તથા પો.કોન્સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા નાઓને સંયુક્ત ખાનગી રાહે હકીકત મળેલ કે જામજોધપુર વાવડીયાનેશ ખાતે મેલડી માતાના મંદીર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં અમુક શખ્સો તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરે છે તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ પાંચ શખ્શો જાહેરમાં કુંડાળુ વાળી તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાના પાના નંગ-પર તેમજ રોકડા રૂ. ૧૦,૧૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૦,૧૦૦/- સાથે પકડી પાડી તેઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી (૧) શૈલેશભાઇ મગનભાઇ ડાભી રહે. વાવડીયાનેશ તા.જામજોધપુર જી.જામનગર
(૨) પ્રવીણભાઇ ચંદુભાઇ કુંવરીયા રહે ખરાવાડ મનુભાઇ કાંજીયાના મકાનમા જામજોધપુર જી.જામનગર
(૩) વાલાભાઇ કાનાભાઇ બલોલીયા રહે. ખારવા સિમ વિસ્તાર જિગાભાઇ સિણોજીયાની વાડીમા તા.જામજોધપુર જી.જામનગર મુળ રહે. પાટણ ગામ જામજોધપુર જી.જામનગર
(૪) જયેશભાઇ પ્રવીણભાઇ પાટડીયા રહે. ઉપલેટા સ્વામીનારાણ સોસાયટી તુલસી પાર્ક તા.ઉપલેટા જી.રાજકોટ
(૫) ધરમેન્દ્રભાઈ રાજાભાઇ પરમાર રહે. ખારવા સિમ વિસ્તાર પરસોતમભાઇ ભાલોડીયાની વાડીમા તા.જામજોધપુર જી.જામનગર મુળ રહે. પાટણ ગામ તા.જામજોધપુર જી.જામનગર
ઉપરોક્ત કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.એસ.રબારી તથા પો.હેડ.કોન્સ.સુરેશભાઇ.આર. પરમાર તથા પો.કોન્સ અશોકભાઇ બાબુભાઇ ગાગીયા તથા પો.કોન્સ.દીલીપસિંહ વાઘુભા જાડેજા તથા પો.કોન્સ કૃણાલભાઇ ઘનશ્યામભાઇ હાલા તથા પો.કોન્સ સરમણભાઇ સીદીભાઇ ગળચર તથા વુ.પો.કોન્સ. જ્યોત્સનાબેન અરવિંદભાઇ ચાવડા નાઓ દ્વારા કરેલ છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
