<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા આયોજિત “હર્ષોત્સવ” કાર્યક્રમ ભવ્ય સફળતા સાથે સંપન્ન.

લાઇવ મ્યુઝિક, મનમોહક નૃત્ય પ્રસ્તુતિઓ, રસપ્રદ રમતો, હાઉસી અને સૌના સ્વાદને અનુકૂળ રસપ્રચુર, સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીની જાણીતી સામાજિક, સેવાભાવી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ “હર્ષોત્સવ” તારીખ 2 ઓગસ્ટ, 2025 ના રોજ હોટેલ શેર એ પંજાબ, મોરબી રાજકોટ હાઈવે પર ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો.


કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, મનમોહક નૃત્ય પ્રસ્તુતિઓ, રસપ્રદ રમતો, હાઉસી અને સૌના સ્વાદને અનુકૂળ રસપ્રચુર, સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના સભ્યો ઉપરાંત અન્ય મહિલા સદસ્યો હર્ષભેર જોડાયા હતા અને મનભરી આનંદના અવસરને માણ્યો હતો.

આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર મોજમસ્તી નહીં, પણ સભ્યો વચ્ચેના સંબંધનો સેતુ મજબૂત બનાવવાનો હતો, જેમાં સંસ્થા સફળ રહી. કાર્યક્રમ દરમ્યાન સૌના ચહેરા પર ખરા અર્થમાં "મુસ્કાન" જોવા મળી હતી. કાર્યક્રમ યાદગાર બની રહ્યો હોવાની અનુભૂતિ કરી હતી હતી.

મુસ્કાન વેલફેર સોસાયટી ના તમામ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમમાં સહભાગી દરેક વ્યક્તિએ સંસ્થાના આયોજનની ભારોભાર પ્રશંસા કરી.


 

(12:16 AM IST)