<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

મોરબીના તબીબને રાષ્ટ્રીય કક્ષાનો બેસ્‍ટ એકેડેમિક એવોર્ડ

આઇએમએ-નેશનલ બ્રાંચનો એવોર્ડ સમગ્ર ગુજરાતમાંથી મેળવનાર સૌપ્રથમ તબીબ મોરબીના ડો.હિતેશ પટેલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૪: ઇન્‍ડિયન મેડિકલએશોસિયેશન-નેશનલ બ્રાંચ દ્વારા પ્રતિવર્ષ ડોક્‍ટર્સ ડે નિમિતે સમગ્ર દેશમાંથી કુલ ૫ તબિબોને બેસ્‍ટ એકેડેમિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ આજદીન સુધી સમગ્ર ગુજરાતમાંથી કોઈ પ્રાપ્ત કરી શક્‍યુ ન હતું. ત્‍યારે પ્રવર્તમાન વર્ષે સમગ્ર ભારતમાંથી કુલ ૫ એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રથમ એવોર્ડ મોરબીની ઓમ કાન-નાક-ગળાની હોસ્‍પિટલના તબીબ ડો.હિતેશ પટેલને એનાયત કરવામાં આવ્‍યો હતો.

સમગ્ર ગુજરાતમાંથી આ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ તબીબ તરીકેનું બિરૂદ મોરબીના ડો.હિતેશ પટેલે મેળવી મોરબી તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્‍યુ છે. સમગ્ર ભારતમાંથી ૧૭૦ તબીબોની પસંદગી આઇએમએ-નેશનલ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કાર્યકાળ દરમિયાન વિવિધ કોન્‍ફોરન્‍સમાં ફેકલ્‍ટી તરીકે પસંદગી, રીસર્ચ પેપરનું પ્રેસેન્‍ટેશન સહીતની બાબતોના માપદંડોને આધારે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે મોરબીના ડો.હિતેશ પટેલ કુલ ૪૫ જેટલી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કોન્‍ફોરન્‍સમાં ફેકલ્‍ટી તરીકે જોડાયા છે. તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની ૧૨૦ જેટલી કોન્‍ફોરન્‍સમાં ભાગ લીધેલ છે.

ઉલ્‍લેખનીય છે કે, તબીબી સેવા ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ મોરબીના ડો.હિતેશ પટેલ આગામી ઓક્‍ટોબર-નવેમ્‍બર માસમાં ઈજીપ્ત દેશની રાષ્ટ્રીય કોન્‍ફોરન્‍સમાં ફેકલ્‍ટી તરીકે જોડાશે. ત્‍યારે ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર મોરબી શહેર તબીબી ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યુ છે તેવું તેમણે પુરવાર કર્યુ છે.

(10:34 AM IST)