News of Monday, 4th August 2025
પડતર પ્રશ્નો અંગે રાજ્યની ૩૧ ડિપ્લોમા, ૧૬ ડિગ્રી કોલેજોના અધ્યાપકો આંદોલનના માર્ગે

વઢવાણ, તા.૪: રાજ્યમાં સીએએસ તેમજ અન્ય પડતર પ્રશ્નો અંગે ટેકનિકલ શિક્ષણ વિભાગ સામે રાજ્યની ૩૧ ડીપ્લોમા અને ૧૬ ડિગ્રી કોલેજોના અધ્યાપકો આંદોલનના માર્ગે છે.
રાજ્યની સરકારી ઇજનેરી અને ડિપ્લોમા કોલેજોના અનેક અધ્યાપકો પોતાના વર્ષોથી પડતર પ્રશ્નો અંગે નારાજગી વ્યક્ત કરતા શનિવારે કાળા કપડાં પહેરી બેનર, પોસ્ટર, સૂત્રોચ્ચાર સાથે શૈક્ષણિક કાર્ય ન બગડે એ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ૨૦૧૦-૧૧થી લાગેલા પ્રાધ્યાપકોને હજુ સુધી કોઇ ઉચ્ચતર પગારધોરણ મળ્યું નથી.
આ અધ્યાપકોને નિયમોનુસાર મળવાપાત્ર લાભો જેવા કે, CAS સંબંધિત પ્રો, કમિશનર, ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા વિવિઘ પ્રશ્નોના નિરાકરણમાં થઇ રહેલ બિનજરૂરી વિલંબ, એડહોક સેવા રજા, સહિતની ૨૨ જેટલા પ્રશ્ન અને માંગણીઓ હજુ સુધી સંતોષાઇ નથી. આથી સુરેન્દ્રનગરની સી.યુ. શાહ પોલિટેકનિકના પ્રાધ્યાપકોએ કાળા કપડાં પહેરી સૂત્રોચ્ચાર સાથે બ્લેક ડે મનાવી રામધૂન બોલાવી હતી. પોલિટેનિક અધ્યાપક પી.એફ.રાવલ, ઉપપ્રમુખ કે.જી.પટેલ, સેક્રેટરી એન.ડી.રાઠોડ, હિસાબી અધિકારી ડી.જે.ગોહિલ સહિત મંડળના કુલ ૭૩ પ્રાધ્યાપક જોડાયા હતા. જો સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી ૩૦ ઓગસ્ટે ગાંધીનગર ખાતે ઘરણાની ચીમકી આપી હતી
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
