<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

પોરબંદર-રાજકોટ વધારાની નવી ર ટ્રેનોને મંજુરી : રાણાવાવમાં કોચ મેન્‍ટેનન્‍સ ડેપો

ભાવનગરમાં મનસુખભાઇ માંડવિયા અને કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અશ્વીની વૈષ્‍ણવજી દ્વારા સૌરાષ્‍ટ્રને નવી રેલ્‍વે સુવિધાઓની જાહેરાતમાં પોરબંદરનો સમાવેશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪ :  ભાવનગરમાં ગઇકાલે સૌરાષ્‍ટ્રની ૬ જેટલી નવી રેલ્‍વે સુવિધાઓની કરવામાં આવેલી જાહેરાતોમાં પોરબંદરના સાંસદ મનસુખભાઇ માંડવિયા અને કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અશ્વીની વૈષ્‍ણવજીએ પોરબંદર-રાજકોટને વધારાની ર નવી ટ્રેન આપવાની તેમજ રાણાવાવમાં રેલ્‍વે કોચ મેન્‍ટેનન્‍સ ડેપો બનાવાવમાં આવશે તેમ જણાવ્‍યું હતું.

ભાવનગર ખાતે કેન્‍દ્રીય મંત્રીશ્રી અને પોરબંદર લોકસભા ના સાંસદ ડૉ મનસુખભાઈ માંડવીયા, કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્‍ણવજી ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અશોકભાઈ મોઢા શહેર મહામંત્રી નિલેશભાઈ બાપોદરા નરેન્‍દ્રભાઈ કાણકિયા સુરેશભાઈ સિકોત્તરા  ઉપસ્‍થિત રહી પોરબંદર લોકસભા મતવિસ્‍તાર માટે  રેલવે સુવિધાને મંજૂરી આપવામાં આવ્‍યાનું જાહેર કયુ હતું.

રાણાવાવ ખાતે કોચ મેન્‍ટેનન્‍સ હબ  તેમજ પોરબંદર- રાજકોટ વધારાની  બે નવી રેલ સેવાઓ તેમ જ ૬ નવી ટ્રેન માટે સ્‍ટોપેજ ગેજ રૂપાંતરને કારણે નવી કનેક્‍ટિવિટી ભદ્રકાળી ગેટ પર ઓવરબ્રિજ નવાગઢ ખાતે અંડરપાસ બનાવવાની જાહેરાત સાંસદ મનસુખભાઇ માંડવીયા અને કેન્‍દ્રીય મંત્રી અશ્વીનીજીએ કરી હતી.

આ મહત્‍વપૂર્ણ વિકાસ કાર્યો માટે રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી  અને  મનસુખભાઈ માંડવીયાનો પોરબંદર જિલ્લાના આગેવાનો એ હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો

રાણાવાવ ખાતે ૧૩૫.૬૪ કરોડ રૂપિયાના ખર્ચે એક નવું કોચ મેન્‍ટેનન્‍સ હબ બનાવવામાં આવશે. આ નિર્માણ થકી રોજગારની નવી તકો ખુલશે અને રેલ સેવાઓ મજબૂત થશે.

પોરબંદર-રાજકોટ રૂટ પર બે નવી ટ્રેનોને મળી મંજૂરી! મળતા  હવે મુસાફરી સરળ અને કનેક્‍ટિવિટી ઝડપી બનશે.

હવે નવાગઢ, જેતલસર, રાણાવાવ અને ખોડિયાર મંદિર સ્‍ટેશનો પર મુખ્‍ય ટ્રેનો ઉભી રહેશે.  મુસાફરોને મળશે સીધો લાભ મળશે. 

પોરબંદરના ભદ્રકાળી ગેટ પર બનાવવામાં આવશે એક નવો રેલવે ઓવરબ્રિજ. હવે ટ્રાફિકની સમસ્‍યા નહીં થાય અને મુસાફરી સરળ બનશે.  

(1:14 PM IST)