<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

બહેન - દીકરીઓ ડિસ્‍કો - દાંડિયા કલાસીસમાં ન જાય : મોરબીમાં પાટીદાર અગ્રણીઓની અપીલ

બે દિવસમાં વૈકલ્‍પિક દાંડિયા શીખવાની વ્‍યવસ્‍થાની જાહેરાત : ક્‍લાસિસની આડમાં દીકરીઓને ફસાવવા સહિતના કળત્‍યો થતા હોવાનું જણાવી પાટીદાર પરિવારોને સતર્ક કરતા અગ્રણીઓ : હવે કન્‍યા છાત્રાલય ખાતે ગરબા ક્‍લાસિસ શરૂ કરવાની જાહેરાત, નોંધણી શરૂઃ સભામાં ભાજપના ધારાસભ્‍ય સહિત તમામ પક્ષના પાટીદાર આગેવાનો ઉપસ્‍થિત રહ્યા : શુ કહ્યું આગેવાનોએ, વાંચો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૪:મોરબીમાં ડિસ્‍કો દાંડિયા ક્‍લાસિસ બંધ કરાવવાની માંગ સાથે પાટીદાર સમાજ દ્વારા આજે રવાપર ચોકડીએ કેપિટલ માર્કેટ પાસે પાટીદાર જનક્રાંતિ સભા યોજવામાં આવી હતી. જેમાં અગ્રણીઓસ ક્‍લાસિસની આડમાં દીકરીઓને ફસાવવા સહિતના કળત્‍યો થતા હોવાનું જણાવી પાટીદાર પરિવારોને સતર્ક રહેવા અને બહેનો-દીકરીઓને ત્‍યાં ન મોકલાવા અપીલ કરી હતી.

આ સભામાં ધારાસભ્‍ય કાંતિલાલ અમળતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, સિરામિક એસોસિએશનના પ્રમુખો મનોજભાઈ પટેલ, હરેશભાઈ બોપલીયા અને અજય લોરીયા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્‍યામાં લોકો હાજર રહ્યા હતા. આ સભામાં જાહેરાત કરવામાં આવી છે કે હવે કન્‍યા છાત્રાલય ખાતે ગરબા ક્‍લાસિસ શરૂ કરવામાં આવશે. કાલે રવિવારથી નોંધણી શરૂ ક૨વામાં આવશે. અને સર્વ સમાજની બહેનો જે ગરબા શીખવી શકે તેને સેલેરી આપીને તેની ભરતી પણ ક૨ાશે તેવું જણાવાયુ છે.

પાટીદાર યુવા સેવા સંઘના અગ્રણી મનોજભાઈ પનારાએ જણાવ્‍યું કે આપણા સમાજમાં રૂ. ૧૦૦૦ વાળા પીઝા ખાવા વાળો વર્ગ છે અને રૂ.૧૦ની દાબેલી ખાવા વાળો પણ વર્ગ છે. આપણે બધાને સાથે રાખીને ચાલવાનું છે. સમાજ ઙ્કગતિનો વિરોધી નથી. કઈ શીખો છો તેનો પણ વિરોધ નથી. પણ તમે કયાં શીખો છો તેનું મૂલ્‍યાંકન સમાજ કરી રહ્યું છે. એ.કે.પટેલ, બેચરબાપા અને ત્રંબકભાઈ એ જાહેરાત કરી છે કે છાત્રાલયથી આવતીકાલથી નોંધણી શરૂ થાય છે. ત્‍યાં જ ગરબા શીખવવામાં આવશે.

મનોજ પનારાએ ઉમેર્યું કે આ ગરબા કલાસ નથી. ડિસ્‍કો દાંડિયા ક્‍લાસિસ છે. હ્યુમન સાયકોલોજી મુજબ વાંદરા અને માધુરી દીક્ષિતને એક રૂમમાં પૂરો એટલે માધુરીને પણ વાંદરા સાથે ઙ્કેમ જાય. આમા દીકરીઓનો માત્ર વાંક નથી સમય, પરિસ્‍થિતિ નિર્માણ થઈ એટલે આપણી દીકરીઓ રોમિયો અને આવારા તત્‍વોની જાળમાં ફસાઈ છે. સ્‍કેન્‍ડલ ચાલે છે પૈસા પડાવવાનું. બધા જ ક્‍લાસિસ વાળા ખરાબ છે એવું નથી. આપણે એવી પરિસ્‍થિતિનું નિર્માણ જ શુકામ કરીએ. એક ગામ કે એક સોસાયટી બાકી નહી હોય જેમાં આપણી બહેન દીકરી શિકાર ન બની હોય.

ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયાએ જણાવ્‍યું કે સમાજના આગેવાનોને લુખ્‍ખા કહેવાવાળાઓને મારીને આવજો. હું બેઠો છું. આ વેપારીઓનું શહેર છે. ગોળ હોય ત્‍યાં કીડી આવે. તેઓએ કહ્યું કે મારે ગોળીથી મરવાનું છે. દવાથી નહી. આપણી દીકરી કે દીકરો ગ્રેજ્‍યુએટ હોય એટલે ૧૦ વાગ્‍યા પછી ફોનના ગુલામ તેને થવા ન દયો. ૧૦ વાગ્‍યા પછી ફોનનો કાળા કામ માટે ઉપયોગ થાય છે. મારા નંબર ૯૮૨૫૩ ૯૬૫૪૪ છે. કયાંય કાળા કામ ચાલતા હોય મને ફોન કરજો. પોલીસ નહિ આવે તોય અમે આવીશું. અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્‍યા, લડવા આવ્‍યા છીએ. ઙ્કેમ લગ્ન થાય પછી થોડા સમય પછી ખબર પડે કે ફસાઈ ગઈ છું. પછી અમને રાવ આવે. તમામ સમાજે ચેતવાની જરૂર છે.

ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્‍યું કે હજારો વર્ષથી નવરાત્રી ઉજવાય છે. પણ કોઈને શીખવા જવું પડ્‍યું નથી. સિટીમાં આવી ગરબાની ટ્રેનિંગ લેવા જવુ શરમજનક કહેવાય. આજથી નક્કી કરો કે આપણા દીકરી - દીકરા ટ્રેનિંગ લેવા ન જાય. કોઈ પણ દુષણ હોય એમાં કયારેશ પાછી પાની કરવાની ન હોય. લોકો જાતે જ નિયમ કરે કે તેઓ દાં. રાસ ક્‍લાસમાં જાય જ નહીં અને ઘરે જ દીકરા દીકરીને શીખડાવે ગરબા શીખવે.

સિરામિક એસોસિએશનના ઙ્કમુખ મનોજભાઈ પટેલે જણાવ્‍યું કે દાંડિયા ક્‍લાસિસોમાં આપણી દીકરીઓ ભોગ બને છે. પણ સામે આવતું નથી. પડદા પાછળ ગેમ રમાઈ છે. ગયા વર્ષે પણ આ મુહિમ ઉપાડી હતી. પણ લોકોની સંખ્‍યા ઓછી હતી. પણ હવે લોકો જાગળત થયા છે. માતાજીના ગરબાએ આપણી સંસ્‍કળતિ છે. તે મુજબ જ ધામધૂમથી પર્વ મનાવવો જોઈએ. સમાજના વડીલોએ સમજવાની જરૂર છે. આપણી બહેન દીકરીઓને રાત્રે ૧૧થી ૧૨ વાગ્‍યા સુધી કોઈકના ભરોશે મુકવામાં ન આવે. સ્‍વૈચ્‍છિક નિયમ લઈએ કે મારી બહેન- દીકરીને દાંડિયા ક્‍લાસમાં મોકલીશું નહિ. જે શીખવાડે એ શિક્ષક હોય, પણ લાંબા વાળ અને રોમિયોગીરી કરતા હોય એ શિક્ષક નથી. તેના વિડીયો જોવો એટલે ખ્‍યાલ આવે કે આપણે દીકરીને ત્‍યાં ન મૂકાય.

સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈએ જણાવ્‍યું કે અત્‍યારે જે દિશામાં જઈ રહ્યા છીએ આનાથી દુઃખ જ મળવાનું છે.

દાંડિયા ક્‍લાસિસ બંધ કરાવતા સમાજને આવડે છે. આ લોકો સીનસપાટા નાખી દીકરીઓને ભોળવવાનો પ્રયાસ કરે છે. આપણી દીકરી ભણેલી છે. સમજણ શક્‍તિ વધુ છે. તેને પોતાને કયાં જવું અને કયાં ન જવું તે તેની ખબર હોવી જોઈએ. સમાજ કેટલું સારું કામ કરે છે.

નવયુગ શૈક્ષણિક સંકુલના પી.ડી.કાંજીયાએ જણાવ્‍યું કે ઇતિહાસ સાક્ષી છે. જ્‍યારે પાટીદારોએ આંદોલન કર્યું ત્‍યારે ફાયદા બધાને થયા છે. અનામત તમામ સવર્ણોને મળ્‍યું છે. આપણે કયારેય કટ્ટર જ્ઞાતિવાદ થયા નથી. સર્વ સમાજને કઈકને કઈક આપવાની આપણી નીતિ છે. માત્ર દાંડિયા ક્‍લાસની વાત નથી. આની સાથે ઘણી વ્‍યથાઓ સંકળાયેલી છે એટલે આટલા લોકો ભેગા થયા છીએ. એટલે હવે આવા ક્‍લાસમાં જવાનું દીકરીઓ બંધ કરવુ પડશે.

(12:58 PM IST)