News of Monday, 4th August 2025
જામનગરમા ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસીએશન નું લાયસન્સ ૧૫ દિવસ માટે રદ કરી દેવાતાં ભારે દોડધામ : ખેડૂતના ભાગના ખાતર વેચાણમાં ગોલમાલની વ્યાપક ફરિયાદો વચ્ચે જામનગર ખેતીવાડી શાખાની કડક કાર્યવાહી :જુઓ વિડીયો
ગાંધીનગર ખાતે ખાતર વિક્રેતાઓની મળેલ બેઠકમાં જામનગરની પેઢીની ક્ષતિઓ સામે આવી હતી ખેડૂતોને અપાતો ખાતરનો જથ્થો કે જેનું બારોબાર ઉદ્યોગમાં અથવા અન્યત્ર વેચાણ કરી દેવામાં આવ્યું છે, અને ખેડૂતોને ખાતરનો જથ્થો મળ્યો નથી તેવી ફરિયાદો ઉઠવા પામી હતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૪ : જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં આવેલી ગુજરાત ફર્ટીલાઇઝર ડીલર એસોસિએશનની કચેરી મારફતે ખાતરના વેચાણના મામલે ગોલમાલ થઈ હોવાનું ધ્યાનમાં આવતાં ગાંધીનગરની વડી કચેરીના આદેશ અનુસાર ખેતીવાડી શાખા દ્વારા ડીલર્સ એસોસિયેશનનું લાયસન્સ ૧૫ દિવસ માટે રદ કરી દેવાયું છે. એક પખવાડિયા સુધી જામનગરની પેઢીનું લાયસન્સ રદ કરાતાં ભરે દોડધામ થઈ છે.
તાજેતરમાં ગાંધીનગર ખાતે ખાતર વિક્રેતાઓની મળેલ બેઠકમાં જામનગરની પેઢીની ક્ષતિઓ સામે આવી હતી, અને ખેડૂતોને અપાતો ખાતરનો જથ્થો કે જેનું બારોબાર ઉદ્યોગમાં અથવા અન્યત્ર વેચાણ કરી દેવામાં આવ્યું છે, અને ખેડૂતોને ખાતરનો જથ્થો મળ્યો નથી તેવી ફરિયાદો ઉઠવા પામી હતી.
જેને લઈને જામનગરની ખેતીવાડી નિયામકની ટીમે હરકતમાં આવી ને કડક કાર્યવાહી કરી હતી. અને ગુજરાતની વડી કચેરીના આદેશ અનુસાર જામનગરના લીમડાલેન વિસ્તારમાં આવેલી ગુજરાત ડીલર્સ એસોસિએશન ની કચેરી નું લાયસન્સ પખવાડિયા માટે રદ કરી નાખવામાં આવ્યું છે, જેથી ભારે દોડધામ થઈ છે.
ખાતર વેચાણમાં થઇ રહેલી ગોલમાલને લઈને કોંગ્રેસે પણ રોષ જતાવ્યો છે. આ મામલે જામનગર એસોના હોદ્દેદારોએ મોઢા સીવી લીધા છે,અને કાંઈ બોલવા માટે કોઈ તૈયાર નથી.
એક તરફ રાજ્યભરમાં ખાતર નહિ મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ વચ્ચે આ સૂચક કાર્યવાહી ને લઈને ભારે દેકારો બોલી ગયો છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
