News of Monday, 4th August 2025
જુના ઉપલેટા રોડ પર ૮ દુકાનો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી
દુકાનદારોને શરતભંગની નોટિસ આપી હતીઃનોટિસ બાદ દુકાન બંધ ન કરતા આખરે સીલ મારી દેવામાં આવ્યા છે

ધોરાજી,તા.૪
ધોરાજીમાં જુના ઉપલેટા રોડ પર ૮ દુકાનો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદે દુકાન બનાવેલી હતી. પ્રાંત અધિકારીએ આ દુકાનદારોને શરતભંગની નોટિસ આપી હતી. નોટિસ બાદ દુકાન બંધ ન કરતા આખરે સીલ મારી દેવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં જુના ઉપલેટા રોડ પર આવેલ અને કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર દુકાનોને સીલ મારી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં ધોરાજી પ્રાન્ત અધિકારીએ શરતભંગની નોટિસ ફટકારી હતી અને આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે જમીન પર પોતાનો હક નથી તેવી જમીનને પચાવી પાડી દુકાનો ચલાવી રહ્યા હતા. ધોરાજીનાં જુના ઉપલેટા રોડ અને કબ્રસ્તાનની જમીન પર સાત દુકાનો અને એક સીડીવાળી દુકાનને સીલ મારી દેવામાં આવ્યો છે.ધોરાજીમાં કબ્રસ્તાનની જમીન પર કબ્જો જમાવીને બેઠેલા દુકાનદારો સામે તંત્રએ લાલ આંખ કરી છે. તંત્રએ આ દુકાનદારોને દુકાન ન ખોલવા બાબતે નોટિસ આપી હતી પરંતુ નોટિસનો અનાદર કરી દુકાન ફરીથી શરૃ કરતાં ૮ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
