<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

મોરબીના ઉચી માંડલ ગામે વાડીની ઓરડીમાંથી દારૂ-બીયરનો જથ્થો જપ્ત: બે ઝડપાયા.

તળાવની પાળ નજીક આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી પોલીસે દારૂ અને બીયરના જથ્થા સાથે બે શખ્શોને ઝડપી લઈને રૂ ૮૯,૭૦૦ નો મુદામાલ કબજે લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ઉંચી માંડલ ગામે તળાવની પાળ નજીક આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી પોલીસે દારૂ અને બીયરના જથ્થા સાથે બે શખ્શોને ઝડપી લઈને રૂ ૮૯,૭૦૦ નો મુદામાલ કબજે લીધો છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે વાડીની ઓરડીમાં દારૂનું વેચાણ કરાતું હોવાની બાતમીને આધરે ટીમે રેડ કરી હતી વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલ નંગ ૨૨૧ કીમત રૂ ૭૭,૧૦૦ અને બીયરના ૭૦ ટીન કીમત રૂ ૧૨,૬૦૦ સહીત કુલ રૂ ૮૯,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોપી જોરૂભાઈ અજાભાઇ ભાટિયા અને જગદીશ ઉમેદસિંહ ચૌહાણ એમ બેને ઝડપી લીધા છે અન્ય આરોપી જયેશ બાવાજી હાજર મળી આવ્યો ના હતો જેથી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:52 AM IST)