News of Tuesday, 5th August 2025
કચ્છના રાજમાર્ગો મહાકાય વાહનોના નિયમનના અભાવે અકસ્માત ઝોનમાં ફેરવાયા
ભચાઉ પાસે ટ્રેલર પુલ વચ્ચે લટક્યું : ભુજ પાસે મહાકાય ટ્રેલર ખોટકાઈ જતા ટ્રાફિક જામ : તૂટેલા રોડ, લટકતા વીજ વાયરો અને વિકાસને અનુરૂપ રોડ રસ્તાઓના અભાવે દરરોજ નાના મોટા અકસ્માતોના બનાવો વધ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : ઔદ્યોગિક વિકાસ અને બબ્બે મહાબંદરોને કારણે કચ્છ જિલ્લામાં ભારેથી અતિ ભારે માલ સામાન વહન કરતા ટ્રક, ડમ્પર અને મહાકાય ટ્રેલરોની અવરજવર વધી છે. બીજી બાજુ તૂટેલા રોડ, લટકતા વીજ વાયરો અને વિકાસને અનુરૂપ રોડ રસ્તાઓના અભાવે દરરોજ નાના મોટા અકસ્માતોના બનાવો વધ્યા છે.
પોલીસ અને આરટીઓ તંત્ર સ્ટાફના અભાવે પૂરતી કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક અધુરાશ અનુભવે છે. પરિણામે લોકો માટે રાજમાર્ગો ઉપર નીકળવું શિરદર્દ બની રહ્યું છે. ભચાઉમાં નેશનલ હાઇવે ઉપર ટ્રેલર ચાલકે કાબૂ ગુમાવતા ટ્રેલર ડિવાઇડર તોડી પુલ ઉપર લટકી ગયું હતું. સદભાગ્યે અન્ય વાહનો સાથેનો મોટો અકસ્માત ટળી ગયો હતો અને ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો.
ભુજ નજીક માધાપર પાસે મહાકાય મશીનરી લઈ જતા ટ્રેલરનું એક્સલ તૂટતા નેશનલ હાઇવે વચ્ચે જ ખોટકાયું હતું. પરિણામે વાહનોની અવરજવરથી ધમધમતા હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
