<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ગોંડલના ભરૂડીમાં મંજુલત્તાનું બેભાન થઇ ગયા બાદ મોત

મુળ યુપીની યુવતિને રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૫: ગોંડલના ભરૂડીમાં રહેતી મંજુલત્તા શ્રીરામઆશિષ ચમાર (ઉ.વ.૨૫) નામની યુવતિ ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મંજુલત્તા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતી. તેના પિતા નિવૃત જીવન જીવે છે અને ભાઇઓ છુટક મજૂરી કરે છે. સગાના કહેવા મુજબ તેણીને વાલ્‍વની બિમારી હતી. મોતનું કારણ જાણવા પોલીસ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. 

(11:30 AM IST)