News of Tuesday, 5th August 2025
૧૫મી ઓગસ્ટ બાદ સોૈરાષ્ટ્રમાં ચોમાસુ જમાવટ લેશે
હાલ રહેશે વિરામની સ્થિતિઃ : ઓગસ્ટના છેલ્લા દસકામાં અરબસાગર અને બંગાળની ખાડી બંને સ્ત્રોતોમાં સિસ્ટમો આકાર લેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૫: ગુજરાત,ખાસ કરી સોૈરાષ્ટ્રમાં હાલ ઉધાડ-ધૂપછાંવ-છાંગાછૂટી-તો કયાંક કયાંક હળવા ઝાપટાઓ સિવાય વધુ કંઇ વરસાદની સંભાવના જોવા મળતી નથી પણ વિવિધ વેધર મોડેલો તરફ દ્રષ્ટિપાત કરીએ તો, પંદરમી ઓગસ્ટ બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળશે. ખાસ કરીને ઓગસ્ટના છેલ્લા દસકા-દસ દિવસો દરમ્યાન અરબસાગર તેમજ બંગાળની ખાડીમાં સિસ્ટમો ઉદ્ભવશે. આ સિસ્ટમોને કારણે સોૈરાષ્ટ્ર સહિત પુરા ગુજરાતમાં વરસાદથી તરબોળ સ્થિતિ સર્જાય તેવું હાઇ જણાઇ રહ્યું છે.સોૈરાષ્ટ્રમાં ભારે વરસાદી રાઉન્ડની જે અપેક્ષા સેવાઇ રહી છે. તે ૧૫ મી ઓગસ્ટ બાદ સંભવ બની શકવાનુ વિવિધ વેધર ફોરકાસ્ટ મોડેલોમાં જોવા મળે છે.જોકે ૧૫ ઓગસ્ટ પહેલા પણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ ઉદ્ભવશે. જો તે મજબૂત હશે તો કદાચ ૧૫ ઓગસ્ટ બાદ નહીં પણ ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પૂર્વ સમયે પણ સોૈરાષ્ટ્રમાં વરસાદ માહોલ છવાઇ શકે તેવી સંભાવના નકારી શકાતી નથી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
