<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

પોરબંદરમાં રાજયકક્ષાના સ્‍વાતંત્ર પર્વ ઉજવણીની ધમાકેદાર પૂર્વ તૈયારી

જિલ્લા વહીવટી તંત્ર અને સામાજીક સેવાકીય સંસ્‍થાઓના સહયોગથી વૈવિધ્‍ય સભર કાર્યક્રમોની વણઝારઃ ૧૫મી ઓગસ્‍ટ સુધી વારાફરતી વિવિધ સ્‍પર્ધાઓઃ સાઇકલ રેલી સહિતના આયોજન

 (પરેશ પારેખ દ્વારા) તા.૫: પોરબંદરમાં રાજ્‍યકક્ષાની સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાનું રાજ્‍ય સરકાર દ્વારા આયોજન કરવામા આવ્‍યુ છે ત્‍યારે આ ઉજવણીને લઈને વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સામાજિક સંસ્‍થાઓ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે  આજે તા.૫ ઓગસ્‍ટથી ૧૫ ઓગસ્‍ટ સુધી વિવિધ સ્‍પર્ધાઓ, રેલીઓ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જે અંતર્ગત તા.૫ ઓગસ્‍ટના રોજ શોર્ટ ફીલ્‍મ અને રીલ્‍સ કોમ્‍પિટીશન ઓન પોરબંદર, ૧૫ મી ઓગષ્ટ સ્‍વાતંત્ર્ય દિવસની થીમ આધારીત ચિત્ર સ્‍પર્ધા, આંગણવાડીના બાળકો સાથે સ્‍વચ્‍છતા શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે.

તા.૬ ઓગસ્‍ટના રોજ જિલ્લાની શાળાઓમાં ૧૫ મી ઓગષ્ટના સ્‍વાતંત્ર્ય દિવસ થીમ પર આધારીત નિબંધ સ્‍પર્ધા યોજવામાં આવશે.

 તા.૭ ઓગસ્‍ટના રોજ સ્‍વાતંત્ર્ય દિવસની થીમ આધારીત રંગોળી સ્‍પર્ધા, શાળાઓમાં સ્‍વચ્‍છતા રેલી અને કારાઓક સીંગીંગ કોમ્‍પીટીશન ઓન પોરબંદર યોજાશે.

તા.૮ ઓગસ્‍ટના રોજ શાળા કક્ષાએ ૧૫ મી ઓગષ્ટ સ્‍વાતંત્ર્ય દિવસ થીમ આધારીત રેલી, શાળાઓમાં સ્‍વચ્‍છતા શપથ ગ્રહણ, ક્‍વીઝ કોમ્‍પીટીશન ઓન પોરબંદર, ટ્રેડીશનલ પરફેક્‍ટ મેચીંગ (ફક્‍ત બહેનો માટે), વોકાથોન સરદાર પટેલ રમત સંકુલથી વાયરલેસ સ્‍ટેશનથી કલેક્‍ટર ઓફીસથી વાયરલેસ સ્‍ટેશનથી સરદાર પટેલ રમત સંકુલ સુધી યોજાશે.

 તા.૯ ઓગસ્‍ટના રોજ પોરાઈ માતાજીના મંદિરે મહાઆરતી અને સાંસ્‍કળતિક કાર્યક્રમો અને સ્‍ટેજ પ્રોગ્રામ, ભગવાન શ્રી કળષ્‍ણ સખા ભક્‍ત સુદામાની મહાઆરતી તથા આતશબાજી, દરીયા પુજન પોરબંદર સ્‍થાપના દિવસ ક્‍વિઝ, રક્ષાબંધન ઉજવણી (બાળકો), રાષ્‍ટ્રભક્‍ત વેશભૂષા (બાળકો), સ્‍કેપ સ્‍કલ્‍ચર લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

તા.૧૦ ઓગસ્‍ટના જિલ્લાકક્ષાની વકળત્‍વ સ્‍પર્ધા, વોઈસ ઓફ પોરબંદર સંગીત કાર્યક્રમ, હેરીટેજ વોક, હેરીટેજ ફોટોગ્રાફી સ્‍પર્ધા તથા પ્રદર્શન, રાશન કીટ, લેડી હોસ્‍પીટલ સેવા, સ્‍લમ એરીયામાં મીઠાઈ વિતરણ, સુદામા થેલી વિતરણ સહિતના કાર્યકમો યોજાશે.

તા.૧૧ ઓગસ્‍ટના રોજ ૧૫ મી ઓગષ્ટ સ્‍વાતંત્ર દિવસની થીમ આધારીત વકળત્‍વ સ્‍પર્ધા, આરોગ્‍ય કેન્‍દ્રનાં પટાંગણમાં વળક્ષારોપણ, સફાઈ અભિયાન, શહેરના ઐતિહાસિક બિલ્‍ડીંગના સ્‍કેચીંગ તથા લેન્‍ડ સ્‍ક્રેપીંગ સહિતના કાર્યકમો કરાશે.

તા.૧૨ ઓગસ્‍ટના રોજ ૧૫ મી ઓગષ્ટ સ્‍વાતંત્ર્ય દિનની થીમ આધારીત મહેંદી સ્‍પર્ધા, શાળાઓના પટાંગણમાં વળક્ષારોપણ, જુનો કુંભારવાડાના આંગણવાડી કેન્‍દ્ર ખાતે ૧૫ મી ઓગષ્ટ સ્‍વતંત્રતા દિવસ થીમ આધારીત વેશભૂષા કાર્યક્રમ, વિદ્યાર્થીઓને સ્‍કુલ ડ્રેસ વિતરણ, શહેરના ઐતિહાસિક બિલ્‍ડીંગના સ્‍કેચીંગ તથા લેન્‍ડ સ્‍ક્રેપીંગ, જન્‍માષ્ટમી મેળા સ્‍પેશિયલ ક્‍વીઝ સ્‍પર્ધા યોજવામાં આવશે.

તા.૧૩ ઓગસ્‍ટના રોજ શાળાઓમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક અંગે જાગળતિ અભિયાન, ૧૫ મી ઓગષ્ટ સ્‍વતંત્રતા દિવસ થીમ આધારીત વૈશભૂષા સ્‍પર્ધા, બીચ ક્‍લીનીંગ, શહેરના ઐતિહાસિક બિલ્‍ડીંગના સ્‍કેચીંગ તથા લેન્‍ડ સ્‍ક્રેપીંગ સહિતના કાર્યક્રમ કરવામાં આવશે. તા.૧૪ ઓગસ્‍ટના રોજ ટીબીના દર્દીઓ માટે ‘‘અક્ષય કીટ વિતરણ અને તા.૧૫ ઓગસ્‍ટના રોજ દરીયામાં ધ્‍વજ વંદન, પ્રાથમિક શાળાએ સ્‍વતંત્રતા દિન ઉજવણી, સાયકલ રેલી કાર્યકમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમો પોરબંદરની સામાજિક સંસ્‍થાઓ અને જિલ્લા વહીવટ તંત્રની વિવિધ વિભાગ દ્વારા યોજવામાં આવશે

(11:47 AM IST)