તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 5th August 2025
૧૧૨ વર્ષ જૂની શાપુર-સરાડિયા ૪૨ વર્ષથી બંધ પડેલી ટ્રેનને પૂનઃ સ્થાપિત કરી સરાડિયાથી વાંસજાર્ળીયા સાથે જોડી દેવા જાહેરાત

જૂનાગઢ તા. ૦૫: ભાવનગર ટર્મિનલ રેલવે સ્ટેશન ખાતેથી અયોધ્યા એક્ષપ્રેસ, રીવા-પૂને એક્ષપ્રેસ અને જબલપૂર-રાયપૂર એક્ષપ્રેસ ટ્રેનની જાહેરાત કર્યા સાથે ભાવનગર અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી આપવા રેલ્વે કેબીનેટ મંત્રી અશ્વિની વૈશ્નવજી સાથે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયા દ્વારા આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવજી, છતીસગઢના મુખ્યમંત્રી વિશ્નુદેવ સહાયકજી, ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમૂબેન બાંભણીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, તેમજ અન્ય ધારાસભ્યો અને પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરીયા વિવિધ આગેવાનો તેમજ સંતો મહંતો ઉપરાંત લોકોની હાજરીમાં જાહેર મંચ પરથી અશ્વિનિ વૈશ્નવજીએ બોલતા જણાવ્યુ હતું કે, મારા સાથી કેબીનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા મારા મોટા ભાઈ છે અને મારા માર્ગદર્શક પણ છે તેઓના પ્રયાસોથી આ પૂરાણી ટ્રેન ૪૨ વર્ષથી શાપૂર-સરાડિયા ટ્રેન બંધ પડેલી હોય તે ૧૧૨ વર્ષ જૂની-પૂરાણી ટ્રેનને પૂનઃ સ્થાપિત કરી સરાડિયાથી આગળ વાંસજાળીયા સાથે નવો ટ્રેક ઉભો કરી આ ટ્રેનને પોરબંદર લાઈન સાથે જોડવાના પ્રયાસો અને રજૂઆતોના કારણે આ ટ્રેનને પોરબંદર સાથે જોડી દેવાની જાહેર મંચ ઉપરથી વિધિવત જાહેરાત કરી હતી.
હજારો માનવીની ઉપસ્થિતી વચ્ચે કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિનિ વૈશ્નવજીએ બોલતા જણાવ્યું હતું કે ‘આ સભા વચ્ચે શાપૂર - સરાડિયા ટ્રેનના લડત કરનાર ભાઈ બેઠા છેઙ્ખ. તેઓ પોતાના સ્થાનેથી ઉભા થઈ બે હાથ ઉચાં કરી લોકોને અભિવાદન કરે તેમ જણાવ્યુ હતું. જેથી ‘વોઈસ ઓફ સોરઠ'ના કન્વિનર રાકેશ લખલાણીએ મંચસ્થ મહાનુભાવો અને લોકોનો બે હાથ ઉચાં કરી આભાર માન્યો હતો. ત્યારે અશ્વિનિ વૈશ્નવજીએ જણાવ્યુ હતું કે, દાયકાઓથી આ પ્રશ્નો લડત કરનાર ભાઈને ધન્યવાદ આપુ છું તેમ કહી મંત્રીશ્રીએ ‘વોઈસ ઓફ સોરઠ'ના પ્રતિનિધિ મંડળને સ્ટેજ ઉપર બોલાવી અશ્વિનિ વૈશ્નવજી અને ડો.મનસુખભાઈ માંડવીયાએ પ્રતિનિધિ મંડળ ‘વોઈસ ઓફ સોરઠ' ના કન્વીનર રાકેશ લખલાણી તેમજ દિવ્યેશ ભાઈ જેઠવા, મહેન્દ્રભાઈ કારીયા, વંથલી નગરપતી રાકેશભાઈ ત્રાંબડીયા, કારાભાઈ (સુરેશભાઈ), જાનીભાઈ, બાંટવા નગર પાલિકાના કારોબારી ચેરમેન કનુભાઈ સોલંકી અને બિલ્ડર જયેશભાઈ બારડને શાલ ઓઢાડી હારતોરા સાથે મોં મીઠા કરાવ્યા હતાં.(
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
