News of Tuesday, 5th August 2025
ખોડલધામ કાગવડ મંદિર સામે હોટલ માલીકની હત્યા કેસમાં આરોપીનો છૂટકારો
જેતપુર તા.પઃ ખોડલધામ કાગવડનાં ચકચારી હોટલ માલીકની હત્યા કરી લાશ સળગાવી દેવાના ગુન્હાનાં આરોપીને નિર્દોષ છોડી મુકવા સેશન્સ કોર્ટ ગોંડલે હુકમ કર્યો હતો.

જેતપુરનાં ખોડલધામ કાગવડ મંદિર સામે ભાગીદારીમાં હોટેલ ચલાવતા રાજેશભાઈ હરસુખભાઈ બોદર ગુમ થયેલ હોય સુલતાનપુર પોલીસને વિરપુર જલારામ બાપાની વાડી પાસેથી જવલનશીલ પર્દાથથી સળગેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળેલ હોય પોલીસ દ્વારા લાશ પાસેથી કબજે કરેલ કપડાના ટુકડા તથા સોનાનાં દાંત ઉપરથી મરણજનારના પરીવારજનોએ લાશ ઓળખી બતાવતા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો.કલમ-૩૦૨, ૨૦૧,૧૨૦ (બી) મુજબ ગુન્હા નોંધી તપાસ હાથ ધરતા રાજેશભાઈની હત્યા તેમના ભાગીદાર ફુલાભાઈ કેશવભાઈ ઘાડીયા સહીત ત્રણ લોકોએ ભાગીદારી છુટી કર્યા બાદ રકમની લેવડ-દેવડના ઝઘડામાં કાવતરૂ રચી હત્યા કરી લાશ સળગાવી દીધેલનુ ખુલતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી ત્યાર બાદ પોલીસે આરોપી સામે ગોંડલ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ.
સદર હું કેસ ચાલી જતા આરોપી ફુલાભાઈ કેશવભાઈ ઘાડીયા પક્ષે ધોરાજીના યુવા વકિલ અરવિંદકુમાર જી. કાપડીયા એ ફરીયાદ પક્ષના સાક્ષી તથા સાહેદોની ઉલટ તપાસ લીધેલ અને ઉચ્ચ અદાલતના ચુકાદાના સિધ્ધાંતો ટાંકી દલીલો આરોપીના બચાવમાં કરતા ગોંડલ એડી.ડિસ્ટ્રી.એન્ડ સેશન્સ કોર્ટના જજ શ્રી એચ.એ.ત્રીવેદીએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં આરોપીના બચાવ પક્ષે ધોરાજીના વકિલ અરવિંદકુમાર જી. કાપડીયા તથા વકીલ જયદિપ ટી. કુબાવત તથા વકિલ પાર્થ વી. વધાસીયા રોકાયેલ હતા
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
