News of Tuesday, 5th August 2025
પોરબંદરની ઐતિહાસિક મીડલ સ્કુલને પુનઃ શરૂ કરાવવાનું વચન અર્જુનભાઇ મોઢવાડીયા કયારે પુરૂ કરશે?
વિદ્યાર્થીઓ મળતા નથી તેવા બહાના હેઠળ મીડલ સ્કુલને રાજકીય ઇશારે બ઼ધ કરી : મીડલ સ્કુલના બિલ્ડીંગની જાળવણીના અભાવે ખંઢેર બનવાની શરૂઆતઃ ઉત્તમ સાગના બારી-બારણા, પીતળના નકુચા-હેન્ડલોની ચોરી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., પ : રાજયના એડમીનીસ્ટ્રેશન શાસનમાં સાકાર થયેલ એડમીનીસ્ટ્રેટ હેન્કોક મેમોરીયલ મીડલ સ્કુલ ૮૦ એસી વરસથી કાર્યરત છે. અને કહેવાય છે કે ભાજપ સરકારના રાજકીય ઇશારે બંધ કરવામાં આવી અને કારણ બતાવ્યું વિદ્યાર્થીની સંખ્યા મળતી નથી.
એક સમયે આ શાળામાં પ્રથમ શીપ (પાળી)માં ૮૦૦ થી ૮પ૦ જેટલા વિદ્યાર્થીની સંખ્યા રહેતી. અંગ્રેજી ધોરણ યાને સ્ટાન્ડર્ડ એકથી અંગ્રેજી ધોરણ સ્ટાન્ડર્ડ-૩ ત્યાર બાદ ધોરણ-પ અને ધોરણ ૭ સુધી આ સરસ્વતી મંદીર યાને હેન્કોક મેમોરીયલ મીડલ સ્કુલ જીવંત કાર્યરત હતી.
આ સરસ્વતી મંદીર યાને હેન્કોક મેમોરીયલ મીડલ સ્કુલમાં હજારો વિદ્યાર્થી મહા સરસ્વતીની યાને શારદાની આરાધના કરી સમાજમાં રાજકારણમાં ફુટપાથ લઇ બંગલા મીનીસ્ટર મંત્રીશ્રીની ખુરશી, ઉદ્યોગપતિ બન્યા. આશીર્વાદ સાથે પોતાની કારકીર્દી હીરાની જેમ ચમકારા મારતી બનાવેલ. જેમાના કેટલાક ઉચ્ચ સ્થાને કર્મી પદથી ઉચ્ચપદ પદાધિકારીનું તેમજ ન્યાયમંદીરમાં પ્રવેશ ન્યાય અપાવવાના વ્યવસાય સાથે અથવા ન્યાયમંદીરમાં મુર્તિ સ્વરૂપે બિરાજી ન્યાય આપ્યો કે અપાવ્યો હશે !!
અફસોસ છે કે આજદીન સુધી પોરબંદરનું એડમીનીસ્ટ્રેટર શાસનમાં કાર્યરત થયેલ લોકાર્પણ કરાયેલ માતા સરસ્વતીનું મંદીર યાને હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલ છેલ્લા વીસ વરસથી લુણો લગાડી દીધો અને ખંઢેરમાં બનાવવાની શરૂઆત થઇ ધીમે ધીમે સરસ્વતી મંદીર હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલનો એક એક પાણો ખારાશ લાગતા ખવાતો જાય છે.
ઉત્તમ સાગના બારી દરવાજા, ફીટ કરાયેલ પીતળના આગરા, હેન્ડલ વિગેરે જે મજબુત છે. કાઢી ચોરી થાય છે. વિદ્યાર્થીની સંખ્યા મળતી નથી તે બહાના નીચે આ શાળા સરસ્વતી મંદીર બંધ તો કર્યુ પરંતુ તેની જાળવણી માટે સંપુર્ણ સરકારશ્રીની અનેતેના શિક્ષણ વિભાગની અથવા જેમને જવાબદારી સોંપી હોય તેની છે ? રાજકારણીઓ કે અન્ય સ્થાપીત હિતો સાથે ગંગા-જમના સરસ્વતી .. હાલ ફાસ્ટ મજબુતાઇ નજરે જોતા આંખે વળગે છે.
વર્તમાન પોરબંદરના પક્ષાંતર કરી ભાજપ પ્રવેશી વચગાળાની ચુંટણી એક લાખ મત કરતા વધુ સરસાઇથી જીતી વિજય મેળવેલ અર્જુનભાઇ મોઢવાડીયા પાસે પોરબંદરનું આ સરસ્વતી મંદીર યાને હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલ પુનઃ શરૂ કરવા રજુઆત કરાયેલ. તેઓ વિરોધપક્ષ કોંગ્રેસમાં હતા ત્યારે અને વર્તમાન ભાજપ સરકારમાં ભાજપ પક્ષમાં વચગાળાની ચુંટણી લડી ધારાસભ્ય પદ જાળવી રાખેલ છે. આપશ્રી પાસે સરસ્વતી મંદીર હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલ પુનઃ શરૂ કરવા ઘણી રજુઆત અને કાલકુદી કરવામાં આવી છે. જે તે સમયે ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા એમ કહેતા કે આપણી કયા સરકાર છે. આપણું સાંભળતી નહી છતા તેઓશ્રીએ અસરકારક રજુઆતના કારણે સરસ્વતી મંદીર હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલ પુનઃ શરૂ કરવા રજુઆતમાં સફળતા મળેલ અને મીડીયમ અંગ્રેજી સાથે સરસ્વતી મંદીર હેન્કોક મેમોરીયલ મિડલ સ્કુલ કાર્યરત થશે.
ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા વિરોધપક્ષ કોંગ્રેસમાંથી પક્ષાંતર કરી ભાજપ પક્ષ ભળી વચગાળાનું ચુંટણી લડી ધારાસભ્ય પદ જાળવી રાખ્યું. હવે આપણી આપતી સરકારી છે તેવુ ભાજપના વિકાસના કામો સરકારની વહીવટી કામગીરીના ભરપુર વખાણ કરો છો. જાહેર સમારંભો કે મીટીંગોમાં પણ ભાજપ સરકારનું રામસાગરના માધ્યમથી ગુણગાન ગાઓ છો.?
ભાજપ સરકારના શાસકો રજુઆતને ન્યાય આપી શકે તેમ છે. જે હાથમાં છે. સને ર૦રપ-ર૦ર૬ ના શૈક્ષણીક વરસામાં આશા હતી કે બંધ પડેલ સરસ્વતી મંદીર હેન્કોક મેમોરીયલ મીડલ સ્કુલ કાર્યરત થશે તો ફુટપાથ લઇ તમામ વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને માટે રાઇટ ટુ એજયુકેશનના કાયદા હેઠળ તેના લાભ લઇ ભારતના ભવિષ્યને ઉજળુ કરવા નવયુવાન યુવતી આગળ આવશે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
