<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

“નારી વંદન સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત જામનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી

વિદ્યાર્થીનીઓને 181 મહિલા હેલ્પલાઈન તથા મોબાઈલ એપ્લિકેશન વિષે ઉપરાંત વિવિધ યોજનાઓ અને કાયદાઓ વિષે સમજૂતી આપવામાં આવી

મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.5  : મહિલાઓ સમાજમાં ગૌરવભેર આગળ વધે તેમજ સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહીલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તા.1 ઓગસ્ટ થી તા.8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સાહ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ હાલ નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 

તા.1 ઓગસ્ટના રોજ જામનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામિનારાયણ બી. એડ.નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓને 181 મહિલા હેલ્પલાઈન તથા મોબાઈલ એપ્લિકેશન વિષે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ યોજનાઓ અને કાયદાઓ વિષે સમજૂતી આપવામાં આવી હતી.

(3:34 PM IST)