<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

મોરબી ઈશુદાન ગઢવીની સભામાં પ્રશ્ન પૂછવા બદલ લાફો મારનાર વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ.

અરજી મળતા એ ડિવિઝન પોલીસે હાથ ધરી કાર્યવાહી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ગત રાત્રીના ઈશુદાન ગઢવીની સભામાં પ્રશ્ન પૂછવા મામલે એક વ્યક્તિને લાફો પડ્યો હતો. આ બનાવ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં હવે આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી છે.

     સોમવારે રાત્રીના મોરબીના પંચાસર રોડ ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેર સભા સંબોધી હતી. આ સભામાં ભરતભાઈ ડાયાલાલ ફૂલતરીયા( ઉ.વ.40)( રહે. નાની કેનાલ રોડવાળા) એ પ્રશ્ન પૂછવાનું કહી માઈક મેળવ્યું હતું. બાદમાં તેઓ આકરા પ્રશ્ન પૂછવા લાગતા ત્યાં ઉભેલા એક વ્યક્તિએ માઈક છીનવી લેવાનો પ્રયાસ કરી ભરતભાઇને લાંફો ચોંટાડી દીધો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવતા સમગ્ર રાજ્યમાં વાયરલ થયો હતો..

આ દરમિયાન રાત્રીના દોઢેક વાગ્યે ભરતભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસમાં લાંફો મારનાર સામે કાર્યવાહી કરવા અરજી આપવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસે અશ્વિનભાઈ કરસનભાઈ નાગપરા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ભોગ બનનારે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીની સભામાં સવાલ પૂછતાં આરોપીએ એક ઝાપટ મારી બોલાચાલી કરી હતી. આ સાથે સવાલ પૂછવા બાબતે ધમકી આપી હતી.

(12:45 AM IST)