News of Wednesday, 6th August 2025
લોધિકાના ચીભડામાં માધ્યમિક શાળા મંજુર થતા આનંદની લાગણી
રાજકોટ જિલ્લા પંચાયતના અલ્પાબેન તોગડિયાએ આભાર માન્યો

રાજકોટ તા.૬: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ અલ્પાબેન તોગડિયા જણાવે છે કે, ચિભડા તેમજ કોઠારીયા ગામ ને સરકારી માધ્યમિક શાળાની મંજુરી મળતા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તેમજ કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયાનો આભાર વ્યકત કરીએ છીએ.ગુજરાતમાં બાળકોને બાલવાટિકાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષણની દિશા આપવા માટે ગુજરાત રાજ્યના મળદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમા રાજ્યમાં શિક્ષણનુ માળખું સુદ્રઢ બન્યું છે. લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચિભડા રાજકોટ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં ચર તેમજ કોઠારીયા ગામને સરકારી માધ્યમિક શાળાની મંજુરી મળવા ચિભડા ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના બાળકોને સમયની બચત સાથે નજીકમા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થશે. ચિભડા માધ્યમિક શાળાને મંજૂરી મળતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર તેમજ આ વિસ્તારના ધારાસભ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમ રાજકોટ જીલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ અલ્પાબેન મુકેશભાઇ તોગડિયા જણાવે છે.(૨.૧૩)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
