News of Wednesday, 6th August 2025
ઓકટોબર મહિનામાં દ્વારકાના આંગણે બેટ દ્વારકા દ્વારકાધીશ ભગવાનની કથા સંભળાવશે પૂ. રમેશભાઇ ઓઝા
ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રીના વ્યાસાસને સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૬: આગામી ઓકટોબર માસમાં બેટ દ્વારકા મૂકામે મસ્કત નિવાસી દ્વારકાધીશના પરમભકત અશ્વિન ધરમશી નેણસી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે.
પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા શ્રોતાગણને તેમની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
બેટ દ્વારકાધીશ મંદિર પાસે આવેલા નાગનાથ મેદાન ખાતે કથા ઓકટોબર માસમાં તા.૮-૧૦-૨૦૨૫ થી ૧૪-૧૦-૨૦૨પ દરમ્યાન યોજાશે. કથાનો સમય સવારે ૯-૩૦ થી બપોરે ૧-૦૦ સુધીનો રહેશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહના આયોજન માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેના ભાગરૂપે બેટ દ્વારકાની અંદર આયોજન કમિટીના સભ્યોએ બીપીનભાઈ ભટ્ટ, સંજયભાઈ તેમજ બીપીનભાઈ સામાણીઅને ઓમ થોભાણી પણ સાથે રહી ભાગવત સપ્તાહ ની સ્થળ મુલાકાત તેમજ બેટ દ્વારકા મંદિર નાં વહિવટદાર મયૂર સિંહ યાદવ,હેમભાઈ વાઢેર તેમજ બેટ દ્વારકા, દ્વારકા, ઓખા નાં અગ્રણીઓ ને મળી બેટ દ્વારકાની મુલાકાત લીધી છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
