<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

સાવરકુંડલામાં વીજ ધાંધિયા મુદ્દે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન : વિજપડી વીજ કચેરીએ જઇને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા

જાંબુડા, મઢડા, નવાગામ સહિતના ગ્રામ્યવિસ્તારના ખેડૂતોએ રજૂઆત કરી: વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ

અમરેલી જિલ્લાના  સાવરકુંડલામાં વીજ ધાંધિયા મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં વીજ પુરવઠો અનિયમિત થતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે, આ દરમિયાન ખેડૂતોએ વિજપડી વીજ કચેરીએ જઇને સૂત્રોચ્ચાર કર્યા. 5 દિવસથી વીજ પુરવઠો અનિયમિત મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જાંબુડા, મઢડા, નવાગામ સહિતના ગ્રામ્યવિસ્તારના ખેડૂતોએ રજૂઆત કરી હતી. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(12:11 PM IST)